ગુજરાત હાઈકોર્ટનો આદેશ, સરકાર જામનગરના 182 દિવ્યાંગોને રાહત દરે જમીન ફાળવવા નિર્ણય કરે

News18 Gujarati
Updated: September 24, 2019, 12:05 AM IST
ગુજરાત હાઈકોર્ટનો આદેશ, સરકાર જામનગરના 182 દિવ્યાંગોને રાહત દરે જમીન ફાળવવા નિર્ણય કરે
ફાઈલ ફોટો

દિવ્યાંગોને રાહત દરે જમીન આપવાના સરકારી ઠરાવમાં લે-આઉટ પ્લાનનો ઉલ્લેખ ન હોવા છતાં સરકારે લે-આઉટ પ્લાનનું કારણ આપી ફાળવણી પ્રક્રિયા બંધ કરતા હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી.

  • Share this:
સંજય જોશી, અમદાવાદ: જામનગર જિલ્લાના ૧૮૨ દિવ્યાંગોને જમીન રાહતદરે જમીન ફાળવવાની અરજીઓ અંગે સરકાર યોગ્ય નિર્ણય કરે તેવો આદેશ ગુજરાત હાઇકોર્ટે આપ્યો છે. દિવ્યાંગોને રાહત દરે જમીન આપવાના સરકારી ઠરાવમાં લે-આઉટ પ્લાનનો ઉલ્લેખ ન હોવા છતાં સરકારે લે-આઉટ પ્લાનનું કારણ આપી ફાળવણી પ્રક્રિયા બંધ કરતા હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. સરકારી ઠરાવ પ્રમાણે આ કેસમાં લે-આઉટ પ્લાન વગર જમીન ફાળવણી કરી શકાય છે તેવું હાઇકોર્ટે નોંધ્યુ છે.

અરજદારોની રજૂઆત હતી કે ૨૦-૪-૨૦૦૧ના રોજ રાજ્ય સરકારે ઠરાવ દ્વારા નક્કી કર્યુ હતું કે દિવ્યાંગ વ્યક્તિઓને હરાજી વિના રાહત દરે જમીન ફાળવવામાં આવશે. આ જમીનનો ઉપયોગ રહેણાંક, વેપાર-વ્યવસાય કે અન્ય કોઇ પ્રવૃત્તિ માટે થઇ શકે છે. જમીન મેળવવા માટે ડિએબિલિટી એક્ટની જોગવાઇઓ અનુસાર ડિએબિલિટી સર્ટિફિકેટ અને અન્ય કેટલાંક દસ્તાવેજો રજૂ કરવાના હતા. વર્ષ ૨૦૦૧થી ૨૦૦૯ દરમિયાન જામનગર જિલ્લના ૧૮૨ દિવ્યાંગ વ્યક્તિઓએ અરજી કરવામાં આવી હતી. પ્લોટ ફાળવણીની પ્રક્રિયા દરમિયાન આ પ્લોટનો યોગ્ય લે-આઉટ પ્લાન રજૂ ન થતા ફાળવણી મોકૂફ રાખવામાં આવી હતી, ઉચ્ચકક્ષાએ રજૂઆત છતાં આ મુદ્દે સમાધાન ન આવતા વર્ષ ૨૦૧૬માં હાઇકોર્ટમાં ૬૨ દિવ્યાંગોએ પિટિશન કરી હતી.

અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ડિસએબિલિટી એક્ટ તેમજ રાજ્ય સરકારના ઠરાવમાં એવો ક્યાં ઉલ્લેખ નથી કે અરજીકર્તાએ લે-આઉટ પ્લાન પણ રજૂ કરવાનો રહેશે. હાઇકોર્ટે પણ આ રજૂઆત ગ્રાહ્ય રાખી નોંધ્યુ છે કે રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે અરજીઓ સાથે લે-આઉટ પ્લાન રજૂ કરવાની જરૃર નથી. હાઇકોર્ટે ત્રણ મહિનાની સમયમર્યાદામાં અરજદારોની અરજીઓ અને અન્ય અરજીઓ અંગે નિયમાનુસાર કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.
First published: September 23, 2019
વધુ વાંચો
अगली ख़बर