સ્વાઇન ફ્લૂથી મોતની સંખ્યા પાડોશી રાજ્યો કરતા ગુજરાતમાં ઘણી ઓછીઃ HCમાં સરકારનું સોગંદનામું

News18 Gujarati
Updated: August 30, 2019, 8:02 AM IST
સ્વાઇન ફ્લૂથી મોતની સંખ્યા પાડોશી રાજ્યો કરતા ગુજરાતમાં ઘણી ઓછીઃ HCમાં સરકારનું સોગંદનામું
ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર

ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડેન્ગ્યુના ઓછા કેસો નોંધાયા છે. આ વર્ષે જોખમી ડેન્ગ્યુના 54 ટકા કેસો મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારો એટલે કે મહાનગરોમાં નોંધાયા છે.

  • Share this:
સંજય જોશી, અમદાવાદઃ રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ સોગંદનામું કરી રજૂઆત કરી છે કે સ્વાઇન ફ્લૂ સામે લડવા ગુજરાતમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે મજબૂત માળાખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સ્વાઇન ફ્લૂના કારણે થતા મોતની સંખ્યા પાડોશી રાજ્યો કરતા ગુજરાતમાં ઘણી ઓછી છે.

સ્વાઇન ફ્લૂ સહિતના મોસમી રોગો સામે લડવા માટે દરેક કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, પબ્લિક હેલ્થ સેન્ટર અને સરકારી હોસ્પિટલોમાં 600થી પણ વધુ જરૃરી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ દવાખાનાઓમાં સારવાર અને નિદાયાનની પાયાની સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.

અરજદારે ગત સુનાવણીમાં આક્ષેપો કર્યા હતા કે સરકારી દવાખાનાઓમાં કાર્યરત રોગી કલ્યાણ સમિતિ દ્વારા કેટલીક સુવિધાઓ અને સારવારના પૈસા દર્દીઓ પાસેથી વસૂલવામાં આવે છે. જેના જવાબમાં રાજ્ય સરકારે રજૂઆત કરી છે કે હોસ્પિટલોમાં સ્વચ્છતા રહે તેમજ અન્ય ખર્યાઓ ચૂકવી શકાય તે માટે એક્સ-રે. સી.ટી. સ્કેન, લેબોરેટરી ટેસ્ટિંગ તેમજ એમ.આર.આઇ. જેવી કેટલીક સુવિધાઓની ફી લેવામાં આવે છે.

આ પણ વાંચોઃ-શાળાઓમાં ફિટનેસ પ્રવૃત્તિને અભ્યાસક્રમમાં વર્ણવવામાં આવશેઃ શિક્ષણ સચિવ

આ ફી સરકારની માર્ગદર્શિકા પ્રમાણે નિયત કરવામાં આવે છે. ફી રકમ રોગી કલ્યાણ સમિતિમાં જમા થાય છે અને આ રકમનો ઉપયોગ લોકોને વધુ સારી સુવિધાઓ અપાવવા થાય છે.
First published: August 30, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading