પૂર્વ મંત્રીએ CMને કરી રજૂઆત, વરસાદથી ખેડૂતની હાલત કફોડી, પાક વિમાની ઓનલાઈન મુદત વધારો

News18 Gujarati
Updated: October 4, 2019, 11:32 PM IST
પૂર્વ મંત્રીએ CMને કરી રજૂઆત, વરસાદથી ખેડૂતની હાલત કફોડી, પાક વિમાની ઓનલાઈન મુદત વધારો
જયંતિભાઈ કવાડિયા (ફાઈલ ફોટો)

જયંતિ કવાડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું કે, ખેડૂતોના હિત માટે પાક વિમા યોજના અંતર્ગત ઓનલાઈન ૨જીસ્ટ્રેશન કરાવવાની મુદત વધારવી જોઈએ

  • Share this:
મયુર માંકડીયા, અમદાવાદ: રાજ્યમાં ભારે વરસાદના કારણે થયેલ પાક નુકસાન અંગે પાક વીમા યોજના માટેની ઓનલાઈન અરજી મુદત વધારવા અને ઓફ લાઇન કેન્દ્ર શરૂ કરવા પૂર્વે રાજ્ય મંત્રી જયંતિભાઈ કવાડિયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી છે. સરકારે ખેડતોના હિતમાં યોગ્ય નિર્ણય લઈ મુદત વધારવી જોઈએ તેવી ભાર પૂર્વક લેખિત રજુઆત કરી છે.

તેમણે પત્રમાં જણાવ્યું છે કે, રાજ્યમાં ભારે વરસાદના પરિણામે ખેડૂતોની હાલત કફોડી થઈ છે. સમગ્ર રાજ્યમાં હલ્મ અતિવૃષ્ટિના કારણે ખેડૂતો દ્વારા વાવેતર કરેલ કપાસ, મગફળી, તલ, અળદ વગેરે જેવા ચોમાસું પાકોને ભરપુર નુકસાન થયું છે, ત્યારે પાકની પરિસ્થિતિ બહુ ખરાબ છે. એમ કહી શકાય કે, ખેડુતના મોઢે આવેલો કોળીયો ઝુંટવાઈ ગયો હોય, ત્યારે સરકારની પાક વિમા યોજનાનો લાભ લેવા માટે ખેડુતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવામાં આવે છે, જેની છેલ્લી તારીખ 1 ઓક્ટોબર હતી. જેને પગલે અનેક ખેડુતો ઓનલાઈન અરજી કરવામાં બાકી રહી ગયા છે.

જયંતિ કવાડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું કે, ખેડૂતોના હિત માટે પાક વિમા યોજના અંતર્ગત ઓનલાઈન ૨જીસ્ટ્રેશન કરાવવાની મુદત વધારવી જોઈએ તથા ઓફ લાઈન કેન્દ્રો શરૂ આ યોજનાનો લાભ લેવામાં વંચિત રહી ગયેલા ખેડૂતોને એક તક આપવી જોઈએ.

તેમણે પત્રમાં કહ્યું છે કે, જો આ પાક વિમાની યોજના અંતર્ગત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની મુદત વદારવામાં આવે તો, ખેડૂત વર્ગ આ યોજનાનો લભા લઈ શકે અને પાક વિમા યોજનાનો ખેડૂત હિતનો હેતુ ખરા અર્થમાં સાર્થક થઈ શકે. અતિ ભારે વરસાદને કારણે થયેલું નુકશાન ખરેખર ચિંતાનો વિષય છે, ત્યારે પાકને થયેલા નુકશાન અંગે સંવેદનશિલ સરકાર દ્વારા ખેડૂત લક્ષી યોગ્ય નિર્ણય કરવો ખુબ જરૂરી છે.
First published: October 4, 2019, 8:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading