Home /News /madhya-gujarat /Ahmedabad News: ગુજરાતનો પ્રથમ કિસ્સો જેમાં CBI ખોવાયેલી છોકરીને શોધવા કામે લાગી પરંતુ રિઝલ્ટ કંઈ ન મળ્યું

Ahmedabad News: ગુજરાતનો પ્રથમ કિસ્સો જેમાં CBI ખોવાયેલી છોકરીને શોધવા કામે લાગી પરંતુ રિઝલ્ટ કંઈ ન મળ્યું

ગુજરાત સ્ટેટ પોર્ટલ પર મિસિંગ ચાઈલ્ડની વિગતોમાં 52611 માંથી 37468 બાળકો જ મળી આવ્યા છે. જેમાંથી 14 હજાર બાળકો હજી પણ મિસિંગ હોવાનો રેકોર્ડ છે.

Jaldhi Trivedi Missing case: અમદાવાદની જલધિ ત્રિવેદી15 વર્ષની ઉંમરે ઘરેથી એવી તો ગાયબ થઈ કે હજી સુધી તે પરત નથી આવી. આ કેસમાં CBI પણ કોઇ ઠોસ પરિણામ લવી શકી નહીં.

અમદાવાદ (Ahmedabad News)માં બાળકીઓ ના ગુમ થવાના કિસ્સા (Ahmedabad Missing Child)અટક્યા નથી, બાળકોનાં ગુમ થયા બાદ આખરે શું બાળકોની થઈ રહી છે માનવ તસ્કરી આ સવાલ સાથે ન્યુઝ18 ગુજરાતીની ટીમ એવા પરિવારને મળી હતી જેમને પોતાની બાળકીને વર્ષો પહેલા ગુમાવી છતાં હજી સુધી તેની કોઈ ભાળ નથી મળી.

જલધિ વગર અમે જીવતી લાશ બની ગયા છીએ... આ શબ્દો છે જલધિના પિતાના... જલધિ ત્રિવેદી...15 વર્ષ ની ઉંમરે ઘરેથી એવી તો ગાયબ થઈ કે હજી સુધી તે પરત નથી આવી. જેને કારણે પરિવાર હાલ દયનીય સ્થિતિમાં છે. જલધિને કારણે આજે જાણે કે આ પરિવારમાં પિતા જીવતી લાશ બની ગયા છે. જલધિનાં ગયા બાદ પિતા હરેશ ભાઈ ત્રિવેદીએ ના તો પગમાં ચપ્પલ પહેર્યા છે કે ના તો માથાના વાળ કપાવ્યા છે. આ અંગે જલધિના પિતાએ આજથી 7 વર્ષ પહેલાંનો દિવસ યાદ કરતા જણાવ્યું કે, જલધિ જાણે કે રિસાઈ ગઈ હોય એવું ક્યારેક લાગે છે એવું લાગે છે કે જાણે કે જલધિને તેની બહેનપણીએ છેતરી છે. જ્યારે પણ આ વાત નીકળે ત્યારે પરિવારને ઘણી તકલીફ પડે છે પરંતુ આજે મારે તમારી સાથે ખુલીને વાત કરવી છે.



4 તારીખે જલધિ તેની બહેનપણી સાથે મણીનગર મેગી ખાવાનું કહીને નીકળી હતી, એ પછી તે પરત આવી જ નહિં. સાંજ થઈ હોવાથી મને ચિંતા થઈ. હું મણિનગરમાં જ્યાં-જ્યા મેગી મળે છે. ત્યાં જઇને તેની શોધ કરી પણ જલધિ મલી નહિ. જ્યારે પોલીસ સુધી વાત પહોંચી ત્યારે જલધિનો મોબાઈલ નંબર આપ્યો તેનાથી લોકેશન ટ્રેસ થયું પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા કોઈ એક્શન જલદી ના લેવામાં આવ્યા તેના કારણે ખબર ના પાડી અચાનક 8 તારીખે એટલે જે 4 દિવસ બાદ જલધિની બહેનપણી ઘરે આવી ગઈ પણ જલધિ ના આવી. તેની બહેનપણીએ કહ્યું કે જલધિએ એની બેગ આપી કહ્યું હતું કે તું અલગ રિક્ષામાં જા. હું પણ અલગ રિક્ષામાં જાઉં છું અને ત્યારબાદ કોઈ ખબર ના આવી. .નેહાનું એ સમયે ઇન્ટ્રોગેશન થયું હતું પરંતુ પોલીસે કહ્યું કે અમને કંઈ મળ્યું નથી. ગુજરાતના આ પહેલો કિસ્સો છે જેમાં CBI એક ખોવાયેલી બાળકીને શોધવા કામે લાગી હોય પરંતુ રીઝલ્ટ કંઈ ન મળ્યું નહીં.

આ પણ વાંચો- Jammu-Kashmir Blast: જમ્મુ-કાશ્મીરના ઉધમપુરના સ્લાથિયા ચોકમાં બ્લાસ્ટ, 1નું મોત, 13 ઘાયલ

આ વાત છે વર્ષ 4 ઓક્ટોમ્બર, 2014ની. જ્યારે જલધિ તેની બહેનપણી નેહા સાથે નીકળી અને મોડે સુધી પરત નાં આવતા પરિવારે ચિંતા વ્યક્ત કરી. તપાસ કરતા ખબર પડી કે જલધિ તેની બહેનપણી સાથે મણિનગર મેગી ખાવાં ગઈ હતી એ પછી બંને મણિનગર ટ્રેનમાં બેઠા. આ તરફ પોલીસ ફરિયાદ થતાં જલધિનું મોબાઈલ લોકેશન મળી ગયું પરંતુ જેટલી અને જેવી તપાસ તાત્કાલિક થવી જોઈતી હતી એવી થઈ નહિં હોવાનો આક્ષેપ પિતા દ્વારા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો- હોળી અને ડાકોરના મેળા માટે ST નિગમ દોડાવશે 500થી વધુ બસો, જાણો કયા જિલ્લા તરફ દોડાવશે

એક આંકડા મુજબ ગુજરાતમાં વર્ષ 2019ની વાત કરીએ તો રાજ્ય સભામાં સ્મૃતિ ઈરાનીએ આપેલા આંકડામાં ગુજરાતમાં 43 હજાર બાળકો ખોવાયેલા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે એ જ વર્ષમાં વિધાનસભામાં 2408 બાળકો ખોવાયાનું સામે આવ્યું હતું. આવામાં એક માહિતી મુજબ અંદાજિત દરરોજ 20થી 22 બાળકો શહેરમાંથી જ્યારે ગામડામાંથી અંદાજિત 26 થી 30 બાળકો મિસિંગ થાય છે. આવી જ એક કહાની વિશ્વા પટેલની પણ છે. જે 2012 નાં રોજ વેજલપુર વિસ્તારમાંથી અચાનક ગુમ થઈ હતી. આ અંગે ચેતન ચાવડાના કહેવા પ્રમાણે વિશ્વા પટેલ ખોવાઈ ત્યારે આંદોલનો થયા પણ મળી નહિં. આ સિસ્ટમનો માઈન્સ પોઇન્ટ છે. આજે પણ ગામડા અને તાલુકામાંથી સૌથી વધુ બાળકો ગુમ થયા છે સરકાર ઇચ્છે તો અલગ-અલગ જગ્યાએ પોઇન્ટ મૂકી શકે છે. નેટવર્ક એરિયા ઊભું કરી શકે છે પોલીસ બાતમીદારો ઊભા કરી શકે છે.

ગુજરાત સ્ટેટ પોર્ટલ પર મિસિંગ ચાઈલ્ડની વિગતોમાં 52611 માંથી 37468 બાળકો જ મળી આવ્યા છે. જેમાંથી 14 હજાર બાળકો હજી પણ મિસિંગ હોવાનો રેકોર્ડ છે. આ પરિસ્થિતિમાં બાળકોને શોધવા શા માટે હજી સુધી ગુજરાતમાં ટીમ એક્ટિવ થઈને કામ નથી કરતી એ સવાલ ઉઠ રહ્યો છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, CBI Case, CBI Court, અમદાવાદ પોલીસ, અમદાવાદ સમાચાર, ગુજરાતી સમાચાર

विज्ञापन