અમદાવાદ : 'તુ કોને મળીને આવ્યો, અમને ખબર છે, તારો ભાંડો ફૂટી જશે હવે', નકલી પોલીસે માંગી ખંડણી

અમદાવાદ : 'તુ કોને મળીને આવ્યો, અમને ખબર છે, તારો ભાંડો ફૂટી જશે હવે', નકલી પોલીસે માંગી ખંડણી
આરોપી અયુબસા દીવાન

યુવક મહિલા મિત્રને મળી ઘરે પરત જઈ રહ્યો હતો. આ સમયે આરોપીઓ તેને રોકી લીધો અને તેને કહેવા લાગ્યા કે અમને ખબર છે કે તું કોને મળી ને આવ્યો છે

  • Share this:
અમદાવાદમાં અનેક વાર અસલી પોલીસ નકલી પોલીસની ધરપકડ કરી ચુકી છે અને અવાર નવાર આવા અનેક કેસો સામે આવે છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં વધુ એક એવો કિસ્સો સામે આવ્યો છે અને જેમાં 3 જેટલા લોકો ભેગા થઈને એક વ્યક્તિને પકડી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી રૂપિયા પડાવી લીધા હતા અને જેની ફરિયાદ દાખલ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અને આરોપીની ધરપકડ કરી લીધી છે.

મળતી માહિતી પ્રમાણે, મેઘાણીનાગરમાં રહેતા એક વ્યક્તિ ctm પાસે પોતાની મહિલા મિત્રને મળી ઘરે પરત જઈ રહ્યો હતો. આ સમયે આરોપીઓ તેને રોકી લીધો અને તેને કહેવા લાગ્યા કે અમને ખબર છે કે તું કોને મળી ને આવ્યો છે અને પોતે પોલીસ માં હોવાની ધમકી આપી એ જેલ માં મોકલી દેવાની ધમકી આપી હતી.આરોપીઓ ફરિયાદી પાસે થી 75 હજાર ની માંગણી કરી હતી. ફરિયાદીની આબરૂ ના જાય તે બીકે તેને પેહલા 10 હજાર અને બીજા દિવસે 15000 હજાર આપી દીધા પરંતુ તેને શંકા જતા તેને પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે ફરિયાદ લઈ તપાસ શરૂ કરી અને એક આરોપી અયુબસા દીવાન નામના વ્યક્તિને પકડી પૂછપરછ હાથ ધરી જેમાં તેને પોતાના અન્ય 2 મિત્રોનું નામ પણ આપ્યું જે આ કામમાં સામેલ હતા.

હાલ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી, આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી દીધા છે. સલીમ રાજપૂત અને યાસીન કુરેશી ફરાર છે અને જેને પોલીસ પકડવા કાર્યવાહી કરી રહી છે.
First published:July 05, 2020, 16:23 pm

ટૉપ ન્યૂઝ