દિવાળી ગિફ્ટ! રાજ્ય સરકારના કર્મચારી, પેન્શનરોને આ મહિને પગાર વહેલો મળશે

News18 Gujarati
Updated: October 11, 2019, 7:48 PM IST
દિવાળી ગિફ્ટ! રાજ્ય સરકારના કર્મચારી, પેન્શનરોને આ મહિને પગાર વહેલો મળશે
પ્રતિકાત્મક તસવીર

ઓક્ટોબર માસનો પગાર અને પેન્શન દિવાળી પહેલા ચુકવી દેવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.

  • Share this:
રાજ્ય સરકારના અધિકારી, કર્મચારી અને પેન્શનરો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. સરકારે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી તમામ રાજ્ય સરકારના કર્મચારીઓને વહેલો પગાર ચુકવવાનો નિર્ણય લીધો છે. દિવાળી પહેલા તારીખ ૨૧/૨૨/૨૩ ઓક્ટોબર દરમિયાન પગારની ચુકવણી કરવામાં આવશે.

આ મુદ્દે નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્‍યુ છે કે, આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્‍યાને લઇને રાજ્ય સરકારના અધિકારી/કર્મચારી/પેન્શનરો ઉત્‍સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓનો ઓક્ટોબર માસનો પગાર અને પેન્શન દિવાળી પહેલા ચુકવી દેવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, દિવાળીના તહેવારોને ધ્યાને લઇને રાજ્ય સરકારના ૫.૧૧ લાખ અધિકારી, કર્મચારીઓ ઓક્ટોબર મહિનાનો પગાર પણ આ જ મહિનામાં તા.૨૧/૨૨/૨૩ ઓક્ટોબર દરમ્યાન ચુકવવામાં આવશે તથા ૪.૫૪ લાખ પેન્શનરોને પણ તેમનું પેન્શન આ જ તારીખો દરમ્યાન ચુકવી દેવામાં આવશે. જેના પરિણામે આશરે રૂ.૪૦૦૦ કરોડથી વધુ રકમ નાણાકીય વ્યવહારો માટે ઉપલબ્ધ થશે.

રાજ્ય સરકારના આ નિર્ણયનો લાભ સરકારી અધિકારી/કર્મચારી/પેન્શનરો ઉપરાંત પંચાયત સેવાના કર્મચારીઓ, અનુદાનીત શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓ તથા કરાર આધારીત કર્મચારીઓને મળશે.

ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવારોને ધ્‍યાને લઇને વર્ગ-4 ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. રાજય સરકારે વર્ગ-4 ના કર્મચારીઓને 3500 રુપિયાની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આ માટે રાજય સરકારને 10.91 કરોડ રુપિયાનું વધારાનું ભારણ થશે. આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્‍ટ ઇન એઇડ (માન્‍યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-4 ના 31,596 કર્મચારીઓને મળશે.
First published: October 11, 2019, 7:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading