સ્કૂલ વાન ચાલકો પર Corona કહેર: 'ઘર ચલાવવા સરકાર મહિને 5000 આપે, રોજગાર ચાલુ થતા પાછા આપીશું'


Updated: July 21, 2020, 7:53 PM IST
સ્કૂલ વાન ચાલકો પર Corona કહેર: 'ઘર ચલાવવા સરકાર મહિને 5000 આપે, રોજગાર ચાલુ થતા પાછા આપીશું'
પ્રતિકાત્મક તસવીર

રજૂઆત કરવામાં આવી છે, અને તે સ્કૂલ શરૂ થયા બાદ તેઓ દર મહિને તે રીતે જ 5 હજાર લેખે પરત કરશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

  • Share this:
અમદાવાદ : કોરોના કાળમાં અનેક ઉદ્યોગ ધંધા ઠપ્પ થયા છે ત્યારે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિયેશન નાં જણાવ્યા મુજબ સ્કૂલ વર્ધી સાથે સંકળાયેલા તમામ વાહન ચાલકોના હાલ પણ બેહાલ થયા છે. સ્કૂલ વર્ધી સાથે જોડાયેલા રાજ્યના ૮૦ હજારથી વધુ લોકો બેરોજગાર બન્યા છે.

તો અમદાવાદમાં પણ 15 હજાર જેટલા સ્કૂલ વર્ધી સાથે સંકળાયેલા વાહન ચાલકોને પાઈની આવક નથી. ત્યારે સ્કૂલ વર્ધી એસોસિએશન તરફથી રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે અને અપીલ કરવામાં આવી છે કે, કોરોના કાળમાં હજુ પણ સ્કૂલો શરૂ થાય તેમ નથી. ત્યારે તમામ સ્કૂલ વર્ધી સાથે જોડાયેલા રીક્ષા અને વાનચાલકો ના હાલ બેહાલ થયા છે તેમને દર મહિને પાંચ હજાર રૂપિયાનું ભથ્થું આપવામાં આવે અથવા તેની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે, અને તે સ્કૂલ શરૂ થયા બાદ તેઓ દર મહિને તે રીતે જ 5 હજાર લેખે પરત કરશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટ જણાવે છે કે, અમે રાજ્ય સરકારને રજુઆત કરી છે કે, રાજ્ય સરકાર તેઓને દર મહિને પાંચ હજારની મદદ કરે અથવા કોઈ ફાયનાન્સ કંપની કે બેન્કમાંથી અપાવે. સાથે-સાથે સ્કૂલ સંચાલકોને પણ વિનંતી કરવામાં આવી છે કે તેઓ કોરોના કાળમાં સ્કૂલ વર્ધી વાહનચાલકોની મદદ કરે કેમ કે તેમની રોજગારી શૂન્ય થઈ ગઈ છે, અને માસિક આવક બિલકુલ બંધ છે તેથી તેમને મહિને પાંચ હજારની મદદ મળે તો તેમનું ગુજરાન ચાલી શકે અને સ્કૂલ શરૂ થઈ તેમનો રોજગાર શરૂ થતાં જ તેઓ દર મહિને પાંચ હજાર લેખે પરત પણ આપશે તેવું પણ સ્કૂલ વર્ધી એસોસિએશન તરફથી જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યભરના ૮૦ હજારથી વધુ વાહનો પછી તે રીક્ષા હોય કે વાન સ્કૂલ વર્ધી સાથે સંકળાયેલા છે અને તેની સાથે જ અનેક પરિવારોને રોજગારી પણ સ્કૂલ વર્ધી વાહનો થકી મળી રહી છે. જે આ વર્ષે સ્કૂલો શરૂ ન થઇ શકતા પડી ભાંગી છે અને કોરોના કહેર વચ્ચે તેમની આવક સદંતર બંધ છે સરકાર સ્કૂલ વર્ધી એસોસીએશનની રજૂઆત બાદ શું નિર્ણય કરે છે અથવા કઈ રીતે તેમની મદદે આવે છે તે જોવું મહત્ત્વનું બની રહેશે.
Published by: kiran mehta
First published: July 21, 2020, 7:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading