અમદાવાદઃ શ્વાનના બચ્ચાને માર મારીને કરી નાંખ્યા ત્રણ ફેક્યર, CA યુવતીએ નોંધાવી ફરિયાદ

અમદાવાદઃ શ્વાનના બચ્ચાને માર મારીને કરી નાંખ્યા ત્રણ ફેક્યર, CA યુવતીએ નોંધાવી ફરિયાદ
ડોગ હાઉસ પણ કોઈએ તોડી નાખ્યું હતું અને એક શ્વાનના બચ્ચાને કોઈ માર માર્યો હતો અને જે જોર જોરથી બુમો પાડી રહ્યો હતો.

ડોગ હાઉસ પણ કોઈએ તોડી નાખ્યું હતું અને એક શ્વાનના બચ્ચાને કોઈ માર માર્યો હતો અને જે જોર જોરથી બુમો પાડી રહ્યો હતો.

  • Share this:
અમદાવાદઃ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં એક એવી ઘટના બની જે મામલો પોલીસ સ્ટેશન (Police station) પહોંચી ગયો છે અને જે મામલે ફરિયાદ પણ દાખલ કરવા માં આવ્યું છે. ઘટલોડિયા વિસ્તારમાં ભાડે રહેતી એક યુવતી જે ca થયેલી છે અને ઘરેથી કામ કરે છે. તેમને એક વ્યક્તિ સામે ફરિયાદ (complaint) દાખલ કરી છે. અને જેમાં આરોપ છે કે કેતન શુકલા નામના વ્યક્તિએ એક શ્વાનના બચ્ચાંને (Puppy beaten) માર માર્યો જેના કારણે તેને ફેક્ચર (Factor) થયેલું છે.

ઘટનાની વાત કરીએ તો ફરિયાદી મનીષા બેન મૂળ વડોદરાના રહેવાસી છે અને છેલ્લા 6 મહિનાથી ઘટલોડિયા વિસ્તારમાં ભાડે મકાન રહી રહે છે. ગત 19 ફેબના રોજ કોઈ વ્યક્તિ તેમના ઘરની તરફ હાથ બતાવી જોર થી બુમો પાડી કૂતરાને કોણ ખવડાવે છે જેને ખવડાવું હોય તે પોતાના ઘરે લઈ જઈ ખવડાવે.



આ ઉપરાંત એવું પણ કહેલું કે સોસાયટીની બહાર જે ડોગ હાઉસ છે તે પણ તોડી નાખીશ. ફરિયાદી 19 ફેબના રોજ 11 વાગે શોપિંગ કરવા બહાર નીકળેલ ત્યારે બહાર ડોગ હાઉસ પણ કોઈએ તોડી નાખેલ અને જ્યારે સાંજે 4 વાગે ઘરે પરત આવેલ તો એક શ્વાનના બચ્ચાને કોઈ માર માર્યો હતો અને જે જોર જોરથી બુમો પાડી રહ્યો હતો.

આ પણ વાંચોઃ-રાજકોટઃ મોબાઈલમાં અશ્લીલ વીડિયો જોતી સાત વર્ષની પુત્રીને પકડીને મમ્મીએ પૂછ્યું, હકીકત જાણીને મમ્મીના પગ નીચેથી ધરતી સરકી ગઈ

આ પણ વાંચોઃ-રાજકોટ: બેકાર યુવકનું માંગુ આવતા દીકરીના પિતાએ સગપણ માટે ના પાડી, 'વિફરેલા' યુવકે કર્યું જોરદાર કારસ્તાન

આ પણ વાંચોઃ-સોરી એન્ડ લવ યુ કુકુ.. તુમ કર્ઝદાર હો.. હો સકે તો ચુકા દેના': આયેશાનો દર્દભર્યો પત્ર વાંચીને આંખો ભીની થઈ જશે

આ પણ વાંચોઃ-સ્વરૂપવાન પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, ચેતવણી આપી બંનેને છોડી દીધા, દગાવાજ પત્નીએ પતિની કરી હત્યા

ત્યાર બાદ સિક્યુરિટી ગાર્ડ દ્વારા જાણવા મળેલ કે કેતન ભાઈએ શ્વાનના બચ્ચાને માર માર્યો છે. ત્યાર બાદ ફરિયાદી પોતાના મિત્રને બોલાવીને શ્વાનના બચ્ચાંને સારવાર માટે લઈ ગયા અને જ્યાં જાણવા મળેલ કે તેને 3 ફેક્ચર થયેલ છે.



ત્યાર બાદ આજ રોજ ફરિયાદીએ cctv ફૂટેજ તપાસ કરી તો જેમાં કેતન શુકલા નામના વ્યક્તિ ડોગ હાઉસ તોડતા નજરે પડે છે. અને શ્વાનના બચ્ચાંને પણ માર મારી રહ્યાં હતાં જેથી તેમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવ્યું છે. પોલીસે આ મામલે ipc 429 અને gpa એક્ટ 135(1) મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:March 08, 2021, 21:04 pm

ટૉપ ન્યૂઝ