ખાંડ કારખાના ચૂંટણી પ્રક્રિયાના કામકાજથી જીલ્લા કલેક્ટરને મુક્ત કરાયા

News18 Gujarati
Updated: July 25, 2019, 10:30 PM IST
ખાંડ કારખાના ચૂંટણી પ્રક્રિયાના કામકાજથી જીલ્લા કલેક્ટરને મુક્ત કરાયા
પ્રતિકાત્મક તસવીર

કલેકટરોના કાર્યભારમાં વધારો થતાં સહકારી ખાંડ કારખાનાની ચૂંટણી પ્રક્રિયાના કામમાંથી જિલ્લા કલેક્ટરોને મુક્ત કરવામાં આવ્યા

  • Share this:
રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કલેકટરોના કાર્યભારમાં વધારો થતાં સહકારી ખાંડ કારખાનાની ચૂંટણી પ્રક્રિયાના કામમાંથી જિલ્લા કલેક્ટરોને મુક્ત કરવામાં આવ્યા છે. આ સુધારા વિધેયક વિધાનસભા ખાતે પસાર કરાયું હતું.

સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો નાગરિકોને પહોંચાડવા માટે જિલ્લા કલેકટરોની મહત્વની ભૂમિકા છે ત્યારે તેમના કાર્યભારમાં થયેલા વધારાને અનુલક્ષીને સહકારી ખાંડ કારખાનાની ચૂંટણી પ્રક્રિયામાંથી જિલ્લા કલેકટરોને મુક્ત કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

આજે ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત સહકારી મંડળી સુધારા વિધેયક રજુ કરતા મંત્રી પટેલે ઉમેર્યું કે, ગુજરાત સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧ મુજબ તમામ મંડળીઓની સમિતિઓના સભ્યોની ચૂંટણી અને સમિતિઓ દ્વારા અધિકારીઓની ચૂંટણી અધિનિયમ આધીન યોજાય છે. સહકારી ખાંડ કારખાનાની ચૂંટણીઓ સંબંધિત જિલ્લાના કલેકટર દ્વારા યોજાય છે અને આ માટે ચૂંટણી અધિકારીઓ અને અન્ય અધિકારીઓની પણ કલેકટર દ્વારા નિમણૂક કરવામાં આવે છે સહકારી ખાંડ કારખાનાની ચૂંટણીની તમામ કાર્યરીતિ નિયત સમયમાં પૂર્ણ કરવા માટે કલેકટરો કાર્યભાર વધારાના લીધે પહોંચી વળતા ન હોઇ આ મહત્વનો નિર્ણય કર્યો છે.

તેમણે કહ્યું કે ચુંટણી સંબંધે સત્તા વાપરવા અને ફરજો બજાવવા માટે ની નીમેલી વ્યક્તિઓને મુસાફરી ભથ્થા દૈનિક ભથ્થા અને અન્ય મહેનતાણા કોઈ હોય તો તે ચૂકવવા સહિતનું આવી ચૂંટણી યોજવા અંગેનું ખર્ચ સહકારી ખાંડ કારખાના દ્વારા ભોગવવામાં આવે છે જેની પ્રતિકુળ અસર મંડળીઓના સભ્યોને થાય છે આવી તમામ સહકારી ખાંડ કારખાનાને કલમ ની જોગવાઈઓના કાર્યક્ષેત્રમાંથી બહાર લાવવાનું જરૂરી હોય આ જોગવાઇ કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું
First published: July 25, 2019
વધુ વાંચો
अगली ख़बर