અમદાવાદીઓ આનંદો! Diwali 2020ને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય, કાલથી કાંકરિયા લેક ફ્રન્ટ શરુ થશે, આ સુવિધાનો મળશે


Updated: October 31, 2020, 5:32 PM IST
અમદાવાદીઓ આનંદો! Diwali 2020ને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય, કાલથી કાંકરિયા લેક ફ્રન્ટ શરુ થશે, આ સુવિધાનો મળશે
ફાઈલ તસવીર

કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને આજે લેકફ્રન્ટ સાથે સંકળાયેલાં કર્મચારીઓ અને સ્ટોલવાળાના સામુહિક રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

  • Share this:
અમદાવાદઃ થોડાક દિવસોમાં દિવાળીનો (Diwali 2020) તહેવાર આવી જશે. લોકો આતૂરતાથી આ તહેવારની રાહ જોતા હોય છે. ત્યારે અમદાવાદીઓ ( Amdavadi) દિવાળીની મજા લઈ શકે તે માટે અમદાવાદ મહાનગર પાલિકા (AMC) દ્રારા કાંકરિયા લેક ફ્રન્ટ (Kankaria Lake Front) આવતીકાલથી એટલે કે 1 નવેમ્બરથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોના વાયરસના (coronavirus) ખતરાને ધ્યાનમાં રાખીને આજે લેકફ્રન્ટ સાથે સંકળાયેલાં કર્મચારીઓ અને સ્ટોલવાળાના સામુહિક રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આવતીકાલથી અટલ એક્સપ્રેસ સહિત નગીનાવાડી, બલુન અને નાના બાળકો માટેની રાઈડ સહિતની સેવાઓ શરુ કરવામાં આવશે. 1 ઓકટોબરથી કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં ઝુ, બાલવાટિકા અને બટરફ્લાય પાર્ક કાર્યરત કરાયા હતા છતાં અત્યાર સુધી દરરોજના 5 હજારથી વધારે મુલાકાતીઓ આવતા હતા.

આ સેવાઓ શરુ થશે

1લી નવેમ્બરથી અટલ એક્સપ્રેસ, મિનિ ટ્રેન, હિલિયમ બલુન, નગીનાવાડી, રાઈડનો આનંદ લોકોને મળતો થશે. જે બાદ મુલાકાતીઓની સંખ્યા વધશે.કોવિડ 19ની ગાઈડલાઈનને લઈને હાલ 50 ટકા લોકોને જ એન્ટ્રી મળશે.

આ પણ વાંચોઃ-કેવડિયામાં કયા-કયા છે જોવાલાયક સ્થળ? જાણી લો ટિકિટના ભાવ સહિતની A to Z માહિતી

ઉલ્લેખનીય છેકે કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને તંત્રએ કાંકરિયા સહિતના તમામ જાહેર જગ્યાઓને બંધ કરી દીધી હતી. ત્યારબાદ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અનલોકની ગાઈડ લાઈનો બાદ ધીમે ધીમે જાહેર સ્થળો ખોલવામાં આવી રહ્યા છે. ત્યારે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને કાંકરિયા લેક ફ્રન્ટ પણ આવતી કાલથી પહેલી નવેમ્બરથી જાહેર જનતા માટે ખુલ્લો કરાશે.આ પણ વાંચોઃ-પતિ જેલમાં હતો ત્યારે પત્નીને અને જેઠ સાથે બંધાયા આડા સંબંધો, જામીન પર છૂટ્યા બાદ કરી ભાઈની હત્યા

આ પણ વાંચોઃ-Good News: ગ્રાહકો WhatsAppથી કરી શકશે LPGનું બુકિંગ, આવી સરળ રીતથી કરો Booking

રાજ્યમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો શુક્રવારે સાંજે જાહેર થયાલે આંકડા પ્રમાણે રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)969 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1027 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 6 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3714 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં (SURAT Coronavirus updates) 218 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,72,009 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 13,110 છે. આજે રાજ્યમાં કુલ 51,657 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.17 ટકા છે.આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 218, અમદાવાદમાં 181, રાજકોટમાં 84, વડોદરામાં 114, ગાંધીનગરમાં 33, જામનગરમાં 29, બનાસકાંઠા, મહેસાણામાં 26-26 સહિત કુલ 969 કેસ નોંધાયા છે.
Published by: ankit patel
First published: October 31, 2020, 5:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading