બગોદરામાં બે જૂથ વચ્ચે અથડામણ, એક કિશોરે ગુમાવ્યો જીવ

News18 Gujarati
Updated: September 24, 2019, 11:34 PM IST
બગોદરામાં બે જૂથ વચ્ચે અથડામણ, એક કિશોરે ગુમાવ્યો જીવ
બંને સમાજના લોકો આમને સામને આવી ગયા અને હથિયાર વડે હુમલો કરતા છ લોકોને ઈજા થઈ જ્યારે એક માસૂમ કિશોર મોતને ભેટ્યો

બંને સમાજના લોકો આમને સામને આવી ગયા અને હથિયાર વડે હુમલો કરતા છ લોકોને ઈજા થઈ જ્યારે એક માસૂમ કિશોર મોતને ભેટ્યો

  • Share this:
ભાવિક આચાર્ય, અમદાવાદ: બગોદરામાં બે જુથ્થો વચ્ચે થયેલા અંગત અદાવતના ઝઘડામાં એક માસુમ કિશોરની હત્યા થઈ છે આ જગ્યાએ જોતજોતામાં ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે બે કોમના ટોળા આમને સામને આવી ગયા અને બગોદરા ગામ અખાડામાં ફેરવાઇ ગયું આ ઘટનાની જાણ થતા તુરંત જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.

બગોદરા ગામના આ દ્રશ્યો ઘટનાની ગંભીરતાને સાક્ષી રહ્યા છે આજે સમગ્ર બગોદરા ગામમાં પોલીસનો કાફલો ઉતરી આવ્યો છે અને કોઈ અનિચ્છનીય કાર્ય ન બને તે બાબતને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે બગોદરા ગામમાં વહેલી સવારે ખેતરના ઘાસ બાબતે બે કોમ વચ્ચે તકરાર થઈ હતી. જેમાં અંગત અદાવત ધ્યાન રાખીને સ્વરૂપ મોટુ બનાવી દીધુ. બંને સમાજના લોકો આમને સામને આવી ગયા અને હથિયાર વડે હુમલો કરતા છ લોકોને ઈજા થઈ જ્યારે એક માસૂમ કિશોર મોતને ભેટ્યો છે. 15 વર્ષના માસુમ કિશોરની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. તો બીજી તરફ ગામના લોકોમાં કિશોરની મોતને લઈને રોષ જોવા મળી રહ્યો છે.

બગોદરા ગામમાં થયેલા બે જૂથો વચ્ચેના ધીંગાણા બાદ ગામમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. જય મહાકાલ સામુહિક આરોગ્ય કેન્દ્ર પર કિશોરની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ રોષે ભરાયેલો કોળી સમાજ ન્યાય માટે સરકારી તંત્ર પાસે દાદ માગી રહ્યો છે. જે સમાજના 14 વર્ષના કિશોરનું મોત થયું છે તે સમાજ ડેડ બોડી સ્વીકારશે નહી તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

હાલમાં તો બગોદરા પોલીસે જૂથ અથડામણ પગલે અને કિશોરના મોતને મામલે રાયોટીંગ અને હત્યાનો ગુનો દાખલ કરી ગ્રામ્ય એલ.સી.બી એસ.ઓ.જી બગોદરા પોલીસ સહિતની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
First published: September 24, 2019, 11:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading