અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં રહેતી 70 વર્ષીય વૃદ્ધાને તેના જ પરિવારજનો કડવો અનુભવ થયો છે. આ વૃદ્ધા તેના એક પુત્ર સાથે બોલતી હતી જેના કારણે નારાજ થઈ અન્ય પુત્રની પત્ની એ વૃદ્ધા સાથે બોલાચાલી કરી તેને માર માર્યો હતો અને આટલું જ નહીં ઝઘડો કરી તેમને બચકુ પણ ભરી લીધું હતું. સમગ્ર બાબતને લઈને તેઓ ઇજાગ્રસ્ત થયા હતા, પરંતુ સામાન્ય ઈજાના કારણે તેઓએ સારવાર કરાવી નહોતી. પરંતુ બાદમાં તેઓને ગંભીર જણાતા તેઓએ દવાખાને જઈ સારવાર કરાવી હતી અને બાદમાં આ મામલે ખ્યાલ પોલીસ સ્ટેશનમાં પરિવારજનો સામે ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષીય કસ્તુરી બહેન નિવૃત્ત જીવન ગુજારે છે, તેમને સંતાનમાં ત્રણ દીકરા છે. જેમાં મોટો દીકરો નંદકિશોર છે અને બીજો દીકરો સતિષભાઈ કે જે વર્ષ 2013માં મૃત્યુ પામ્યા હતા અને તેનાથી નાનો દીકરો દિન દયાલ છે. કસ્તુરી બહેનનો એક પુત્ર નંદકિશોર તેના પરિવાર સાથે રામરાજ્ય નગરમાં રહે છે, જ્યારે દિન દયાલ પણ રામરાજ્ય નગરમાં તેના પરિવાર સાથે રહે છે. જ્યારે તેમના સતીશ નામના પુત્રના પત્ની તથા બાળકો તેમના જ બ્લોકમાં ઉપરના માળે રહે છે.
અમદાવાદ: એક માસ્ટરમાઈન્ડ ઝડપાયો, લોકોના નામે લોન કરી મોબાઈલ ખરીદી સસ્તામાં વેચી રોકડી કરતો
ગત તારીખ 5ના રોજ તેમની પુત્રવધુ ગીતાબેન તથા તેમના પુત્રો તેમના ઘરે આવ્યા હતા અને બોલાચાલી ઝઘડો કરી કહ્યું હતું કે, તમે નંદકિશોર ને કેમ અવારનવાર બોલાવો છો તેમ કહી આ ત્રણેય લોકોએ તેમની સાથે ઝઘડો કર્યો હતો અને બાદમાં માર પણ માર્યો હતો. તેમના પુત્ર ની વહુ ગીતાબેને જમણા હાથે બચકું ભરી લીધું હતું. જેથી તેમણે બૂમાબૂમ કરતા તેમના જ બ્લોક માં રહેતા તેમના દીકરા ની પત્ની તથા તેનો દીકરો દોડી આવ્યા હતા અને અને બાદમાં ઝગડો કરનાર લોકોએ કસ્તુરી બેન ને ધક્કો મારી પાડી દીધા હતા.
બાદમાં તેઓને ઇજાઓ પહોંચતાં સામાન્ય ઈજાના કારણે તેઓ દવાખાને ગયા નહોતા. અને પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પણ આવ્યા ન હતા. પરંતુ બાદમાં 10 તારીખે તેઓને દુખાવો થતાં તેઓ ઓઢવ ખાતે ઓર્થોપેડિક હોસ્પિટલમાં ગયા હતા. બાદમાં રજા લઈને ઘરે આવ્યા અને ત્યારબાદ તેઓએ પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે તેમની બે પુત્રવધુ તેમના પુત્ર સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.