Covid ડ્યુટિ મામલે હવે જિલ્લા શિક્ષણાધિકારીના આદેશને હાઈકોર્ટમાં પડકારાયો

Covid ડ્યુટિ મામલે હવે જિલ્લા શિક્ષણાધિકારીના આદેશને હાઈકોર્ટમાં પડકારાયો
શિક્ષકોએ પોતાની શૈક્ષણિક કામગીરી સિવાય આવી જીવને જોખમી હોય એવી કોરોનાની કામગીરી દરમિયાન સંક્રમિત થઇને પોતાનો જીવ પણ ગુમાવ્યો છે

શિક્ષકોએ પોતાની શૈક્ષણિક કામગીરી સિવાય આવી જીવને જોખમી હોય એવી કોરોનાની કામગીરી દરમિયાન સંક્રમિત થઇને પોતાનો જીવ પણ ગુમાવ્યો છે

  • Share this:
અમદાવાદ : પ્રાથમિક શિક્ષકોને ખાનગી હોસ્પિટલોમાં હેલ્પ ડેસ્કની કોવિડ ડ્યુટિના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના આદેશને અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો છે.

અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની એવી રજૂઆત છે કે, કોરોનાની મહામારી વચ્ચે શિક્ષકોને જીવના જોખમે અને એમની મરજીની વિરૂદ્ધ બળજબરી પૂર્વક હેલ્પ ડેસ્ક પર ફરજ બજાવવાની સૂચના અને નોટિસો આપવામાં આવી રહી છે. શિક્ષકોને આ પ્રકારની કામગીરી નહીં સોંપવા તેમજ સલામતી આપવાની લેખિત અને મૌખિત રજૂઆતો શિક્ષકો તરફથી સંઘ દ્વારા સત્તાધિશોને કરવામાં આવી છે.



જોકે, આ બાબતે કોઇ યોગ્ય ખુલાસો નહીં થતાં અને શિક્ષકોને ફરજ બજાવવા માટેની ધમકીઓ તથા નોટિસો આપી બળજબરી કરવામાં આવતી હોવાથી જિલ્લા પ્રાથમિક સંઘ દ્વારા તમામ શિક્ષકોના હિતમાં હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ કેસની તત્કાલ સુનાવણી માટે પણ નામદાર હાઇકોર્ટ સમક્ષ નોટ આપી છે. તે ઉપરાંત અરજદાર સંઘ તરફથી એડવોકેટ દ્વારા શુક્રવારે આ કેસની સુનાવણી માટેનું મેન્શનિંગ પણ કરાયું હતું તેથી આ કેસની આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાઇ શકે છે.

આ પણ વાંચોMBBS વિદ્યાર્થીઓને ફરજીયાત Covid ડયુટીમાં જવા સરકારનો આદેશ, હાઈકોર્ટે આપી વચગાળાની રાહત

રિટમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, કોઇપણ શિક્ષકોને જીવના જોખમે શૈક્ષણિક કામગીરી સિવાયની હેલ્થને લગતી ફરજો ન સોંપવામાં આવે. તેમના પર કોઇ પણ જાતની કાર્યવાહી કરવાની ધમકી ન આપવામાં આવે. અનેક શિક્ષકોએ પોતાની શૈક્ષણિક કામગીરી સિવાય આવી જીવને જોખમી હોય એવી કોરોનાની કામગીરી દરમિયાન સંક્રમિત થઇને પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.

જો સત્તાધિશોની બળજબરી અને નોટીસોના કારણે કોઇપણ શિક્ષક ડર કે મજબૂરીના કારણે કોરોનાની ડ્યુટિ પર ફરજ બજાવશે અને તેને કોરોનાના પગલે જો કોઇ પણ પ્રકારનું નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકાર સહિત વ્યક્તિગત રીતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની રહેશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા એમબીબીએસના વિદ્યાર્થીઓને ફરજિયાત કોવિડ ડ્યૂટી આપવાનો વિરોધ ચાલી રહ્યો છે. એમબીબીએસના વિદ્યાર્થીઓએ પણ કોવિડ ડ્યુટી ફરજિયાત આપવાને હાઈકોર્ટમાં પડકાર્યો છે, અને તેનો કેસ ચાલી રહ્યો છે.
Published by:kiran mehta
First published:August 07, 2020, 21:38 pm

टॉप स्टोरीज