Home /News /madhya-gujarat /

વિશ્વની ઉમિયાધામનો અનોખો દિપોત્વ કાર્યક્રમ, 2025 સુધીમાં સંપન્ન થશે મંદિરનું નિર્માણ કાર્ય

વિશ્વની ઉમિયાધામનો અનોખો દિપોત્વ કાર્યક્રમ, 2025 સુધીમાં સંપન્ન થશે મંદિરનું નિર્માણ કાર્ય

વિશ્વની ઉમિયાધામનો અનોખો દિપોત્વ કાર્યક્રમ, 2025 સુધીમાં વિશ્વ ઉમિયાધામનું નિર્માણ સંપન્ન થશે

વિશ્વઉમિયાધામ મંદિરનાં કાર્યારંભ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી આર.પી.પટેલે કહ્યું કે 2025 સુધીમાં વિશ્વ ઉમિયાધામ મંદિરનું નિર્માણ સંપન્ન થશે. જગત જનની મા ઉમિયાનું ભવ્યાતિભવ્ય મંદિરે એક અજાયબી સ્વરૂપ હશે

જગત જનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઊજાગર કરવાના સંકલ્પ સાથે રાષ્ટ્રને ગૌરવ અપાવે તેવા વિશ્વના સૌથી ઊંચા ભવ્યાતિ ભવ્ય મંદિરનું મહાભૂમિપૂજન 4 માર્ચ 2019 અને શિલાન્યાસ 29 ફેબ્રુઆરી 2020ના રોજ સંપન્ન થયો. હવે વિશ્વની અજાયબી સ્વરૂપ વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ જગત જનની મા ઉમિયાના મંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ થયો છે. જેમાં શ્રી શતચંડી મહાયજ્ઞ, 31000 (31 હજાર)  દિવડાઓનો દિપોત્સવ, શોભાયાત્રા અને વ્યસન મુક્તિ બાઈક રેલીનું આયોજન કરાયું હતું. સાથે જ સાંજે 5 કલાકે કાર્ય પ્રારંભ સમારોહ માં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મંત્રી અને સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

100 યજમાન પરિવારોનાં હસ્તે શતચંડી મહાયજ્ઞ સંપન્ન: વિશ્વઉમિયાધામ નિર્માણ કાર્યનાં શુભપ્રસંગે શ્રી શતચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં પાટીદાર સહિત તમામ સમાજના 100થી વધુ યજમાન પરિવારો મહાયજ્ઞનો લાભ લીધો હતો. શતચંડી મહાયજ્ઞનો પ્રારંભ સવારે 9 કલાકે થયો. જેની પૂર્ણાહુતિ સાંજે 5 કલાકે થઈ. શ્રી શતચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન પરિવારનો લાભ વિશ્વ ઉમિયાધામના લક્ષ્મી દાતા શ્રી ગ.મો.પટેલ પરિવાર (નદાસા) ગોરેગાવ મુંબઈ વતી  પંકજભાઇ જોઇતારામ પટેલ પરિવારે લીધો હતો. શાસ્ત્રો અનુસાર 10 નવચંડી યજ્ઞનું ફળ એક શતચંડી મહાયજ્ઞમાં મળે છે.

31000 દિવડાઓનો દીપોત્સવ: જાસપુર અમદાવાદ ખાતે નિર્માણાધીન જગત જનની મા ઉમિયાનાં મંદિરની આકૃતિના આકારમાં 31000 દિવાડાઓ પ્રગટાવી ગુજરાતના સૌથી મોટા દિપોત્સવની ઉજવણી કરાઈ હતી. વિશેષરૂપે દિપોત્સવમાં 300થી વધુ વિશ્વ ઉમિયાધામની ઉમાસેવિકા બહેનોએ 31000 દિવડા પ્રગટાવ્યા હતા.

ભવ્યાતિભવ્ય શોભાયાત્રા: આ પ્રસંગે ગોતા માલાબાર કાઉન્ટીથી ખોરજ ગામ થઇ વિશ્વ ઉમિયાધામ, જાસપુર સુધી શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં હાથી,ઘોડા, ઊંટ સહિત અનેક મા ઉમિયાના ભક્તો જોડાયા હતા. શોભાયાત્રાનો હેતુ વ્યસનમુક્તિ જનજાગૃતિ, કોરોના અને વેક્સિનેશન જાગૃતિનો હતો. શ્રી શતચંડી મહાયજ્ઞ સાથે શ્રી યંત્રનું મહાપૂજન અને શ્રી 108 નિધિ કળશ પૂજન કરાયું. વિશ્વ ઉમિયાધામ મંદિરના કાર્યરંભ પ્રસંગે ઉપસ્થિત રહેનાર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કહ્યું કે મુખ્યમંત્રી નહોતો ત્યારથી વિશ્વ ઉમિયાધામનું કામ કરૂં છું અને કરતો રહીશ.વિશ્વઉમિયાધામ મંદિર નિર્માણનું કામ ઝડપથી પૂર્ણ થાય અને સંસ્થા સમાજપયોગી કામ કરતી રહે એવી શુભકામના. સમાજને મારી જ્યારે જરૂર હોય ત્યારે હુ હાજર છું.

વિશ્વઉમિયાધામ મંદિરનાં કાર્યારંભ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી આર.પી.પટેલે કહ્યું કે 2025 સુધીમાં વિશ્વ ઉમિયાધામ મંદિરનું નિર્માણ સંપન્ન થશે. જગત જનની મા ઉમિયાનું ભવ્યાતિભવ્ય મંદિરે એક અજાયબી સ્વરૂપ હશે. કાર્યારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે  ગુજરાતમાં દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા કેવડિયા , સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદમાં બન્યું, અને હવે સૌથી ઊંચું કામ કરવાની પરંપરા જે નરેન્દ્ર મોદી એ શરૂ કરી છે તે યથાવત્ રાખીને વિશ્વ ઉમિયાધામ શરૂ કર્યું છે. વિશ્વ ઉમિયાધામનું કાર્ય ઝડપથી સંપન્ન થાય. વિશ્વની સૌથી ઊંચુ મા ઉમિયાનું મંદિર ઝડપથી બને એવી શુભકામના બની રહ્યું છે.

કાર્યારંભ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ નાયબ મુખ્યંમંત્રી નીતિન પટેલ કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ જગત આખું સીધું જ વિશ્વ ઉમિયાધામ આવશે. એટલું ભવ્ય મંદિર બની રહ્યું છે. ઉમિયા માતાનું આ મંદિર બનાવવા માટે કમિટી એ જે જહેમત ઉઠાવી છે તે શબ્દોમાં વર્ણવી ન શકાય. આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, શ્રમમંત્રી બ્રિજેશભાઈ મેરજા, કેબિનેટ મંત્રી પ્રદિપભાઈ પરમાર સહિત અને પૂર્વ મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.
Published by:Margi Pandya
First published:

Tags: Ahmedabad news, Vishwa Umiyadham, World Tallest Temple in Ahmedabad

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन