અમદાવાદ: ભાઈએ ઠપકાનો બદલો લેવા બહેનને બદનામ કરવાનું રચ્યું ષડયંત્ર

News18 Gujarati
Updated: August 17, 2018, 9:37 PM IST
અમદાવાદ: ભાઈએ ઠપકાનો બદલો લેવા બહેનને બદનામ કરવાનું રચ્યું ષડયંત્ર
ભાઈ અને બહેનના પવિત્ર સંબંધને દાગ લગાવનાર પિતરાઈ ભાઈની હાલમાં સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.

ભાઈ અને બહેનના પવિત્ર સંબંધને દાગ લગાવનાર પિતરાઈ ભાઈની હાલમાં સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.

  • Share this:
રક્ષાબંધન તહેવારને ગણતરીના દિવસો જ બાકી છે, તે પહેલા અમદાવાદમાં ભાઇ બહેનના સંબંધોને કલંકિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અભ્યાસ બાબતએ બહેને પિતરાઇભાઇને ઠપકો આપતાં જ ભાઇએ ઠપકાનો બદલો લેવાનું નક્કી કરી લીધું, અને ફેસબુક પર ફેક આઇડી બનાવીને અશ્લીલ ફોટો અને મેસેજ મારફતે બહેનને બદનામ કરવાનું ષટયંત્ર રચ્યું. જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

ફોટામાં પોલીસ ગિરફતમાં જોવા મળતો આ યુવક છે ચિરાગ મરાઠી. પિતરાઈ બહેન સાથે બદલો લેવા માટે ચિરાગે સુમન પાંડે નામનું ડમી ફેસબુક એકાઉન્ટ બનાવીને બીભત્સ મેસેજ કરવાનું શરૂ કર્યું. પોતાના કુટુંબીજનો અને યુવતીના મિત્રોને અશ્લીલ ફોટો અને બીભત્સ મેસેજ કર્યા. યુવતીને ડમી ફેસબુક એકાઉન્ટની જાણ થતાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ. જો કે ફરિયાદ બાદ પોલીસ તપાસમાં આરોપી એવા ફરિયાદીના પિતરાઈ ભાઈનો ભાંડો ફૂટ્યો.

ચિરાગ મરાઠી યુવતીના મામાનો દીકરો થાય છે. અભ્યાસમાં નબળો હોવાથી ચિરાગ ધોરણ 10ની પરીક્ષામાં નાપાસ થયો. મોટી બહેન હોવાથી યુવતીએ ચિરાગને ઠપકો આપ્યો. આ ઉપરાંત બન્ને ભાઈ બહેન વચ્ચે અનેક વખત ઝઘડા થતા હતા. જેથી બદલો ચિરાગે આ ષડયંત્ર રચ્યું હતું. પોતાના સગા સંબંધીના નંબરનો ઉપયોગ કરીને ડમી ફેસબુક બનાવ્યું. જેથી તેની કરતૂત સામે ના આવે, પરંતુ સાયબર ક્રાઇમે ટેક્નોલોજીની મદદથી માહિતી મેળવીને ચિરાગ સુધી પહોંચી ગઈ.

ભાઈ અને બહેનના પવિત્ર સંબંધને દાગ લગાવનાર પિતરાઈ ભાઈની હાલમાં સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. ચિરાગે આ સિવાય અન્ય પણ કેટલાક ડમી ફેસબુક એકાઉન્ટ બનાવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. બહેન સાથે બદલો લેવા આ પ્રકારની માનસિકતાથી પરિવાર આઘાતમાં છે. હાલમાં સાઇબર ક્રાઇમે ડમી ફેસબુક બ્લોક કરીને ચિરાગની વધુ પૂછપરછ શરૂ કરી છે.
First published: August 17, 2018
વધુ વાંચો
अगली ख़बर