અમદાવાદઃ ... અને કારમાંથી ઉતરી યુવક પોલીસ કોન્સ્ટેબલનો કોલર પકડી લાફા મારવા લાગ્યો


Updated: January 11, 2020, 8:59 PM IST
અમદાવાદઃ ... અને કારમાંથી ઉતરી યુવક પોલીસ કોન્સ્ટેબલનો કોલર પકડી લાફા મારવા લાગ્યો
પ્રતિકાત્મક તસવીર

HSRP નંબર પ્લેટ ન લગાવી અને ડ્રાઇવરે સીટ બેલ્ટ પણ પહેર્યો ન હોવાથી બાપુનગરમાં ટ્રાફિક પોલીસે કાર અટકાવી હતી.

  • Share this:
અમદાવાદ: HSRP નંબર પ્લેટ (Number plate) ન લગાવી અને ડ્રાઇવરે સીટ બેલ્ટ પણ પહેર્યો ન હોવાથી બાપુનગરમાં ટ્રાફિક પોલીસે (traffic police) કાર અટકાવી હતી. ત્યારે કારમાંથી (car) બે યુવકો ઉતર્યા હતા અને પોલીસ પર હુમલો કર્યો હતો. જેથી પોલીસે બન્ને યુવકોની ગુનો નોંધી ધરપકડ કરી છે.

અમદાવાદના (Ahmedabad) એચ ડિવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોકરક્ષક રાજેન્દ્રસિંહ ચંદુસિંહ શુક્રવારે બાપુનગર દિનેશ ચેમ્બર્સ ખાતે પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. આ દરમિયાન ત્યાંથી એક આઇ-20 કાર પસાર થઇ હતી જો કે, કારમાં નિયમ મુજબની HSRP નંબર પ્લેટ લગાવેલી ન હતી તથા ડ્રાઇવરે સીટ બેલ્ટ પણ પહેર્યો ન હતો.

જેના કારણે રાજેન્દ્રસિંહે ગાડી રોકી સાઇડમાં ઉભી રાખવા ઇશારો કર્યો હતો. ગાડી ઉભી રહી હતી અને અંદરથી બે યુવકો બહાર આવી પોલીસ પર ગુસ્સે થઇ ગયા હતા અને જેમ ફાવે તેમ બિભત્સ ગાળો આપવા લાગ્યા હતા. પોલીસે ગાળો આપવાની ના પાડતા યુવકો ઉશ્કેરાયા હતા અને તે પૈકી એક પોલીસ કોન્સ્ટેબલનો કોલર પકડી લાફા મારવા લાગ્યો હતો. જેથી આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. આ દરમિયાન લોકોએ યુવકને દૂર કરતા રાજેન્દ્રસિંહે પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી. જેથી બાપુનગર પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી.

ત્યારબાદ હુમલો કરનાર યુવકને લઇ પોલીસ મથક પહોંચી હતી. જ્યાં યુવકે પોતાનું નામ યુવરાજસિંહ કપીલદેવ જાટ અને ડ્રાઇવીંગ કરનાર યુવકે પરમિન્દ્રસિંગ બલજીતસિંગ ઓઝારા કહ્યું હતું. પોલીસે બન્ને યુવકોની પોલીસ કામગીરીમાં દખલગીરી કરવાનો ગુનો નોંધી તપાસ ધરપકડ કરી છે.
First published: January 11, 2020, 8:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading