Corona બાદ હવે મચ્છરજન્ય રોગચાળાનો ભય, AMCએ પાંચ કન્સ્ટ્રક્શન સાઈટને ફટકારી નોટિસ


Updated: June 27, 2020, 7:05 PM IST
Corona બાદ હવે મચ્છરજન્ય રોગચાળાનો ભય, AMCએ પાંચ કન્સ્ટ્રક્શન સાઈટને ફટકારી નોટિસ
ફાઈલ ફોટો

કોવિડ -૧૯ તૈયારીઓ હજુ શહેરના ચાલી રહી છે, ત્યારે હવે એએમસી આરોગ્ય વિભાગે પાણી જન્ય અને મચ્છરજન્ય રોગચાળો ન વધે તે માટે ચેકીંગ હાથ ધર્યું

  • Share this:
અમદાવાદ શહેરમાં કોવિડ -૧૯ બાદ હવે અન્ય રોગચાળાએ માથું ઉચકવાની શરૂઆત કરી છે. શહેરના ચોમાસ સિઝન દરમિયાન મચ્છર જન્ય અને પાણી જન્યરોગચાળા કેસ નોંધાયા છે .

કોવિડ -૧૯ તૈયારીઓ હજુ શહેરના ચાલી રહી છે, ત્યારે હવે એએમસી આરોગ્ય વિભાગે પાણી જન્ય અને મચ્છરજન્ય રોગચાળો ન વધે તે માટે ચેકીંગ હાથ ધર્યું છે. શહેરમાં વહેલી સવારથી કન્ટ્રક્શન સાઇટ પર ચેકીંગ હાથ ધરી, મચ્છરના લારવા મળી આવતા દંડની કાર્યવાહી અને નોટિસ આપી હતી.

એએમસી હેલ્થ ઓફિસર ડો. ભાવીન સોલંકીએ જણાવ્યું હતુ કે, અમદાવાદ શહેરમાં કોરોના સાથે મચ્છરજન્ય રોગચાળો અને પાણી જન્ય રોગચાળો ન વધે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે ડોર ટુ ડોર સર્વે ચાલી રહ્યો છે. ધન્વતંરી રથના માધ્યમોની ૧૧ હજાર લોકોને સારવાર આપી દેવામાં આવી છે. રથની જ મેલેરિયા માટે ટેસ્ટીંગની વ્યવસ્થા કરાઇ છે. આશાવર્કરો અને આરોગ્ય વિભાગ ટીમ દ્વારા કોરોના બાદ હવે અન્ય રોગચાળા પર ભાર મુક્યો છે, તળાવ સફાઇ અને ફોંગીગ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

વધુમાં ડો. સોલંકીએ જણાવ્યું હતુ કે, આજથી શહેરની કન્ટ્રક્શન સાઈટ પર ચેકીંગ હાથ ધરતા જે સાઇટ પર મચ્છરોનું બ્રિંડીગ મળી આવતા અનેક કન્ટ્રક્શન સાઇટને નોટિસ અને દંડની જોગવાઇ કરવામાં આવી હતી.

શિલ્પ શાલિગ્રામ - 25000 દંડઅરિહંત ઓરા - 10000 દંડઅમન હાઇટ્સ 10000 દંડસ્ટેડિયમ કન્સ્ટ્રક્શન સાઇટ 10000 દંડગણેશ આઇકોન 15000 દંડ

આ સાથે શહેરમાં ચાલુ વર્ષે ડેન્ગ્યુના 166, ઝેરી મેલેરિયા 7, સાદા મેલેરિયા 151, ચિકનગુનિયા 48, ઝાડા ઉલ્ટી 1522, કમળો 442, ટાઇફોઇડ 714 કેસ એએમસીના ચોપડે નોધાયા છે.
First published: June 27, 2020, 7:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading