અમદાવાદ : CAના ઘરમાં થતી હતી ચોરી, અપનાવ્યો એવો માસ્ટર પ્લાન કે 7 માસ બાદ મહિલા ચોર પકડાઈ


Updated: July 3, 2020, 8:02 AM IST
અમદાવાદ : CAના ઘરમાં થતી હતી ચોરી, અપનાવ્યો એવો માસ્ટર પ્લાન કે 7 માસ બાદ મહિલા ચોર પકડાઈ
મહિલાની ચોરી આબાદ ઝડપાતા હાહાકાર મચી ગયો હતો.

ચાર્ટ્ડ એકાઉન્ટન્ટે મહિલાને LIVE ચોરી કરતી ઝડપી પાડવા માટે આ અદભૂત આઇડિયા અપનાવ્યો, VIDEOમાં આબાદ કેદ થઈ ચોરી

  • Share this:
અમદાવાદ: શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ના ઘરમાં છેલ્લા સાતેક માસથી ધીરે ધીરે અમુક વસ્તુઓ ગાયબ થતી હતી. પરિવારજનો પણ ઘરમાં હાજર હોય તો વસ્તુઓ ગાયબ કેમની થાય તે વિચારમાં પડયા હતા. બાદમાં પરિવારજનોને ઘરઘાટી મહિલા પર વહેમ પડ્યો હતો. જેથી ઘરમાં તેને ખ્યાલ ન આવે તેમ સીસીટીવી લગાવી દીધા હતા. અને આખરે સાતેક માસ બાદ આ મહિલા ચોરી કરતા રંગેહાથ ઝડપાઇ જતા CA નો માસ્ટરપ્લાન તેને કામ લાગ્યો હતો.

શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા રત્નાકર એલિટીયર ફ્લેટમાં રહેતા જીગરભાઈ શાહ અને તેમની પત્ની એક જ ઓફિસ ધરાવી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. પરિવારમાં બે સંતાન, પત્ની, માતા પિતા અને ફોઇ રહે છે. તેમનો ભાઈ અને ભાભી તેરમા માળે પેન્ટ હાઉસ માં રહે છે.

છેલ્લા ઘણા સમયથી બને ઘરમાં કામ કરવા માટે ઘરઘાટી તરીકે આશાબહેન ચૌહાણ નામની મહિલાને નોકરીએ રાખી હતી. આ મહિલા ને નોકરીએ રાખી ત્યારથી જ ઘરમાંથી અમુક અમુક વસ્તુઓ ગાયબ થતી રહેતી હતી. પરિવારજનો પણ ચિંતા માં રહેતા હતા કે ઘરના સભ્યો ઘરમાં જ હોય છે તેમ છતાં એક એક વસ્તુઓ કેમ ગાયબ થાય છે.આ પણ વાંચો :   કોરોના વાયરસ : રાજ્યમાં 681 નવા દર્દીઓ નોધાયા, 24 કલાકમાં 19 લોકોના મોત

જેથી જીગરભાઈએ એક આઈડિયા અપનાવ્યો હતો. તેમણે કિંમતી વસ્તુઓ હોય ત્યાં સીસીટીવી લગાવી દીધા હતા. એક તરફ તો પરિવારજનો ને ઘરઘાટી મહિલા આશા બહેન પર જ શંકા હતી. બાદમાં ગઈકાલે આશાબહેન જીગરભાઈના ભાઈના પેન્ટ હાઉસમાં કચરાપોતું કરવા ગયા ત્યારે જીગરભાઈ તેમના ઘરમાં બેસીને સીસીટીવી જોતા હતા. ત્યારે જ આશા બહેન કબાટ ખોલીને તેમાંથી રોકડા ચોરી કરતા હતા અને પરિવારજનો એ તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જીગરભાઈએ પોલીસને જાણ કરતા પોલીસે આશા બહેનને પકડી તેમની સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :  03 જુલાઈ 2020નું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
First published: July 3, 2020, 7:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading