અમદાવાદ: લાંચીયો ક્લાસ-1 અધિકારી ACBના શકંજામાં, સ્થાનિક PIએ હોશિયારી વાપરી દબોચ્યો


Updated: September 18, 2020, 6:30 PM IST
અમદાવાદ: લાંચીયો ક્લાસ-1 અધિકારી ACBના શકંજામાં, સ્થાનિક PIએ હોશિયારી વાપરી દબોચ્યો
ત્યાર બાદ piએ હોશિયારી વાપરી acbને ઘટનાની જાણ કરી અને acbએ આરોપીનો વિડિઓ અને ફોટો પીઆઈને મોકલી ઓળખ કરાવી

ત્યાર બાદ piએ હોશિયારી વાપરી acbને ઘટનાની જાણ કરી અને acbએ આરોપીનો વિડિઓ અને ફોટો પીઆઈને મોકલી ઓળખ કરાવી

  • Share this:
અમદાવાદ :એસીબીએ ક્લાસ-1 અધિકારી ગિરિજા શંકર સાધુની ધરપકડ કરી છે. ગિરિજા શંકર સાધુ સામે acbમાં અપ્રમાન્સર મિલકતની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને જે કેસમાં છેલ્લા ઘણા સમયથી ફરાર હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી ગુજરાત પ્રદુષણ બોર્ડમાં કલાસ-1 અધિકારી તરીકે ફરજ બજાવતો હતો અને વર્ષ 2017માં તેની લાંચ લેવાના કેસમાં ધરપકડ પણ કરવામાં આવી હતી, ત્યાર બાદ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે તપાસ પંચમહાલ acbના અધિકારીઓ કરી રહ્યાં હતાં.

આરોપી પાસેથી 68 લાખની અપ્રમાણસરની મિલકત મળી આવી હતી અને જે કેસમાં acb crpc 70 મુજબ વોરેન્ટ મેળવી કાર્યવાહી કરી રહી હતી.

આ પણ વાંચોઅમદાવાદ: 3 પોલીસકર્મીને ટામેટા ભારે પડ્યા, આવ્યો જેલમાં જવાનો વારો, જાણો કોણ-કોણ આવ્યા ACBના ઝપેટામાં

એસીબી અનુસાર, આરોપીના અલગ-અલગ 3 રહેઠાણ હોવાનું સામે આવ્યું હતું જેથી acbએ સ્થાનિક પોલીસની પણ મદદ લઈ તેને ઝડપી પાડવા કાર્યવાહી કરી રહી હતી અને acbની મદદમાં માંડવી પીઆઈ તેના ઘરે જઈ તપાસ કરી હતી. સ્થાનિક pi જયારે સાધુની અટકાયત કરવા તેના ઘરે પહોંચ્યા તો સાધુએ પોતે ગિરિજા શંકર હોવાનું ઇન્કાર કરી દીધેલ જેથી મામલો ગંભીર બની ગયો હતો.
ત્યાર બાદ piએ હોશિયારી વાપરી acbને ઘટનાની જાણ કરી અને acbએ આરોપીનો વિડિઓ અને ફોટો પીઆઈને મોકલી ઓળખ કરાવી અને ત્યારબાદ આરોપી તીટી ગયો અને કબુલ્યું કે તે પોતે જ ગિરિજા શંકર છે. હાલ તેની ધરપકડ કરી તપાસ કરવામાં આવી રહી છે, અને આ સિવાય તેની પાસે અન્ય કેટલી બેનામી મિલકત છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
Published by: kiran mehta
First published: September 18, 2020, 6:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading