અમદાવાદ : ગુમ થયેલી બાળકીની લાશ મળી, બાળકીની માતા અને માનેલા ભાઈ Suspected

અમદાવાદ : ગુમ થયેલી બાળકીની લાશ મળી, બાળકીની માતા અને માનેલા ભાઈ Suspected
ક્રાઈમ બ્રાન્ચ આવી અને કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે તેમ જણાવી દીધો હતો પરંતુ દુઃખ એ વાતનું હતું કે, બાળકીની હત્યા થઈ ગઈ હોવાનું માલુમ પડ્યું

ક્રાઈમ બ્રાન્ચ આવી અને કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે તેમ જણાવી દીધો હતો પરંતુ દુઃખ એ વાતનું હતું કે, બાળકીની હત્યા થઈ ગઈ હોવાનું માલુમ પડ્યું

  • Share this:
અમદાવાદના સોલા વિસ્તારમાં થોડા દિવસો પહેલા એક બાળકી ગુમ થઈ ગઈ હતી અને જે મામલે સોલા પોલીસ સ્ટેશન માં તેના પરિવારજનો ગુમ થયા ની ફરિયાદ પણ દાખલ કરી હતી. જોકે પોલીસે અલગ-અલગ દિશા માં તપાસ કરી રહી હતી પરંતુ કોઈ સફળતા હાથ લાગી નહતી.

પોલીસ સોશ્યિલ મીડિયાનો પણ સહારો પણ લીધો હતો પણ કોઈ ભાળ મળી ન હતી. મંગળવારે અચાનક તપાસમાં સાથ આપી રહેલી ક્રાઈમ બ્રાન્ચ આવી અને કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે તેમ જણાવી દીધો હતો પરંતુ દુઃખ એ વાતનું હતું કે, બાળકીની હત્યા થઈ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી સોલા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ જે જગ્યા લાશ છે ત્યાં પહોંચી અને બધી હકીકત સામે આવી ગઈ.મળતી માહિતી પ્રમાણે અને પોલીસ સૂત્રો કહી રહ્યાં છે કે, બાળકીની માતાએ એક વ્યક્તિને માનેલા ભાઈ માન્યો હતો અને એજ ભીખા ભાઇએ હત્યા કરી ઓગણેજ પાસે ઝાડીઓમાં લાશને ફેંકી દીધેલ.

વધુ તપાસ કરતા જાણવા મળ્યું છે કે, આ કેસ માં બાળકીની માતા પણ શંકાસ્પદ છે. કારણ કે, તેના કહેવાથી આરોપીએ હત્યા કરી હોય તેવું સામે આવી રહયું છે. પરંતુ, વધુ તપાસમાં સામે આવશે. હાલ તો બાળકીની લાશનો કબ્જો કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે, અને આ હત્યા પાછળ પ્રેમ કારણ ભૂત હોવાનું પણ સામે આવી શકે છે.
Published by:kiran mehta
First published:September 15, 2020, 23:30 pm