રાજ્યમાં સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સજ્જ : રાહત કમિશનર


Updated: June 2, 2020, 9:45 PM IST
રાજ્યમાં સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સજ્જ : રાહત કમિશનર
નિસર્ગનું જોખમ ટળ્યું છતાં તંત્રની તૈયારીઓ પૂરતી છે.

આ સ્થિતિને પહોંચી વળવા વાવાઝોડા સંભવિત વિસ્તારોમાં NDRFની 13 અને SDRFની 6 ટીમ તહેનાત

  • Share this:
ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે  હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૩ જૂને દમણ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લાના નીચાળવાણા વિસ્તારમાં વાવાઝોડાના કારણે પવન સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે.

આ સ્થિતિને પહોંચી વળવા વાવાઝોડા સંભવિત વિસ્તારોમાં NDRFની 13 અને SDRFની 6 ટીમ તહેનાત છે તેમજ જરૂર પડયેથી વધુ ટીમો પણ નજીકના વિસ્તારમાં અનામત રાખવામાં આવી છે. જે ત્વરિત બચાવ રાહત માટે જરૂરીયાત મુજબ પહોચાડી દેવાશે એમ પણ તેમણે જણાવ્યું હતું. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી જિલ્લાના લોકોને 3 અને 4 જૂને જરૂર વિના બહાર ન નીકળવા અપીલ કરી છે.

આ પણ વાંચો :  કેવડિયા : 'તીરથી વીંધી નાંખી, પાળિયાથી ટૂકડાં કરી નાંખીશું' મનસુખ વસાવાને જાનથી મારી નાંખવાની ધમકી

તો દરિયા કિનારા વિસ્તારોમાં માછીમારી કરતાં માછીમારો, ઝીંગા ફાર્મમાં કામ કરતાં લોકો તેમજ અગરિયાઓ સહિતના નીચાણવાળા વિસ્તારોમા રહેતાં લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત  સુરત જિલ્લા 1 હજાર 135,નવસારી 11 હજાર 705,વલસાડ 6 હજાર 438ભરૂચ 1002 એમ કુલ 20 હજાર 485 લોકો ને 126 જેટલા સેન્ટર હોમ માં સ્થળાંતર કરવામાં આવશે.

આ પણ વાંચો :  નિસર્ગની અસર : પવનના કારણે ડેલો માથે પડતા જૂનાગઢમાં આધેડનું મોત, સાવલીમાં વીજળી પડતા એકનું મોત

સ્થળાંતર દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય, માસ્કનો ફરજીયાત ઉપયોગ થાય તેની કાળજી લઇને કોરોના સંક્રમણનો વ્યાપ ન વધે તે નું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.આ સંભવિત વાવાઝોડાને કારણે દમણ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જિલ્લાઓ હાઈ એલર્ટ પર તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લાઓ એલર્ટ પર છે.આ જિલ્લામાં ભારે પવન અને વરસાદની સંભાવના છે ત્યારે આવા જિલ્લાઓમાં વીજ પુરવઠો ન ખોરવાય તેમાં પણ ખાસ કરીને જે શહેરોમાં કોવિડ-૧૯ની હોસ્પિટલો આવેલી છે ત્યાં અગાઉથી જનરેટર જેવી આનુષંગિક વ્યવસ્થા અત્યારથી જ કરી દેવાય તેની ખાસ સૂચનાઓ આપી હતી અને આ વિસ્તારોની હોસ્પિટલો તેમજ આરોગ્ય તંત્રને પણ અત્યારથી એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
First published: June 2, 2020, 9:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading