કાંકરીયા રાઈડ્સ અકસ્માત કેસ: કોર્ટે ટકોરતા આરોપીઓએ જામીન અરજી પાછી ખેંચી

News18 Gujarati
Updated: September 4, 2019, 7:21 PM IST
કાંકરીયા રાઈડ્સ અકસ્માત કેસ: કોર્ટે ટકોરતા આરોપીઓએ જામીન અરજી પાછી ખેંચી
આ દુર્ઘટનામાં બે લોકોના મોત અને 29ને ઈજા થઈ હતી

3જી સપ્ટેમ્બરના રોજ આ કેસના બે આરોપી કિશન મહંતી અને મનીષ વાઘેલા કે જેઓ ઓપરેટર તરીકે કામ કરતા હતા તેમના જામીન મંજુર કર્યા હતા.

  • Share this:
સંજય જોશી, અમદાવાદ: કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં ડિસ્કવરી રાઈડ તૂટી પડવાથી બે લોકોના મોત કેસમાં કેસના મુખ્ય સંચાલક ઘનશ્યામ પટેલ સહિત 3 આરોપીઓને ચાર્જશીટ પછી જામીન અરજી દાખલ કરવાનું કહેતા ત્રણેય આરોપીઓ દ્વારા જામીન અરજી પરત ખેંચી લેવામાં આવી છે.

આ મુદે વાતચીત અરજદારના વકીલ યોગેશ લાખાણીએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટે મુખ્ય આરોપી રાઈડના સંચાલક ઘનશ્યામ પટેલ, મેનેજર તુષાર ચોકસી, અને ભાવેશ પટેલને હાઈકોર્ટે ચાર્જશીટ પછી જામીન અરજી દાખલ કરવાનું કહેતા અરજી પરત ખેંચી લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 3જી સપ્ટેમ્બરના રોજ આ કેસના બે આરોપી કિશન મહંતી અને મનીષ વાઘેલા કે જેઓ ઓપરેટર તરીકે કામ કરતા હતા તેમના જામીન મંજુર કર્યા હતા.

આ કેસના કુલ 6 આરોપીની હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી છે જે પૈકી બે આરોપીઓના જામીન મંજુર થયા છે જ્યારે મુખ્ય સંચાલક ઘનશ્યામ પટેલ સહિત અન્ય 3 આરોપીઓની જામીન અરજી પરત ખેંચાઈ છે. અગાઉ અમદાવાદ શેસન્સ કોર્ટના જજ વી.જે કાલોતરાએ તમામ 6 આરોપીઓના જામીન ફગાવતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી.

શું હતો મામલો?
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, ગત 14મી જુલાઈના રોજ સાંજે 5.35 વાગ્યે કાંકરિયાના એડન્વેન્ચર પાર્કમાં ડિસ્કવરી રાઈડ તુટી પડી હતી. જેમાં આશરે 31 લોકો સવાર હતા અને આ દુર્ઘટનામાં બે લોકોના મોત અને 29ને ઈજા થઈ હતી. સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે આશરે 20 ફુટથી વધારે ઉંચાઈથી રાઈડની નીચે પટકાતા લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. આ સમગ્ર દુર્ઘટના બાદ સંચાલક અને સંડોવાયેલા લોકો વિરૂધ મણિનગર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 304 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
First published: September 4, 2019, 7:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading