અમદાવાદ : 13 વર્ષના બાળકને લૂંટી રીક્ષામાં ફરાર થયેલા આરોપીઓ ઝડપાયા


Updated: July 9, 2020, 6:59 PM IST
અમદાવાદ : 13 વર્ષના બાળકને લૂંટી રીક્ષામાં ફરાર થયેલા આરોપીઓ ઝડપાયા
લૂંટના ગુનામાં 3 આરોપીઓની ધરપકડ કરી

રીક્ષા નંબરના આધારે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. શાહબાજ ખાન પઠાણ, અનવર શૈખ, અને જાવેદ મન્સૂરી આમ 3 લોકોને રામોલ વિસ્તારમાંથી પકડી કાર્યવાહી શરૂ કરી

  • Share this:
અમદાવાદની રામોલ પોલીસે લૂંટના ગુનામાં 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ ભેગા મળી એક 13 વર્ષના બાળક પાસેથી લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી અને બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, રામોલ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને જેમાં ફરિયાદીનો પુત્ર રામોલ રિંગ રોડથી ગત્રડ ગામ તરફ જતા રોડ પર આવેલ ફરિયાદીના ખેતરમાં ચાલી રહેલ સાઈડની સામે જાહેરમાં બાળક મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો, ત્યારે આરોપીઓ ત્યાં આવી બાળક પાસેથી મોબાઈલ લૂંટી ફરાર થઈ ગયેલ.

મોબાઈલની પાછળ કવરમાં 5000 હજાર રૂપિયા પણ હતા અને ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી અને રીક્ષા નંબરના આધારે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. શાહબાજ ખાન પઠાણ, અનવર શૈખ, અને જાવેદ મન્સૂરી આમ 3 લોકોને રામોલ વિસ્તારમાંથી પકડી કાર્યવાહી શરૂ કરી છે.


પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ અને રીક્ષા પણ કબ્જે કરેલ છે. પોલીસે આરોપીઓ સામે અન્ય કોઈ ગુનાઓ નોંધાયા છે કે, કેમ અને આ ગેંગમાં અન્ય કોઈ સામેલ છે કે, કેમ તે તમામ દિશા માં કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે રામોલ piનું કેહવું છે કે, ગણતરીના કલાકોમાં આરોપીને પકડી ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.
Published by: kiran mehta
First published: July 9, 2020, 6:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading