સુરત : નકલી પોલીસ બનીને પ્રેમી પંખીડાઓને રંજાડી તોડબાજી કરનારો ઝડપાયો


Updated: July 10, 2020, 7:51 PM IST
સુરત : નકલી પોલીસ બનીને પ્રેમી પંખીડાઓને રંજાડી તોડબાજી કરનારો ઝડપાયો
આરોપી

તેની પાસેથી પોલીસનું એક આઇકાર્ડ પણ મળી આવ્યું હતું. આ વિશે યુવકને પૂછતાં તે કાર્ડ તેને સિટીલાઇટ વિસ્તારમાંથી મળી આવ્યાની કબૂલાત કરી

  • Share this:
સુરતમાં છેલ્લા લાંબા સમયથી પાંડેસરા વિસ્તારમાં રહેતો અને નકલી પોલીસ બનીને પોલીસ ડ્રેસ સાથે પ્રેમી યુગલોને ડરાવી ધમકાવી તોડ કરતા યુવાનને પોલીસે પકડી પડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

સુરતમાં લાંબા સમયથી પ્રેમી યુગલોને ડરાવી ધમકાવી એક યુવક દ્વારા તોડ કરવામાં આવતા હોવાની ફરિયાદ સતત સામે આવી રહી હતી. ત્યારે આ માહિતીના આધારે સુરતની એસઓજી પોલીસે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અમીત ઉર્ફે રાજા સોનુસીંગ નામનો યુવક ગુજરાત પોલીસ સ્ટોરમાં પોલીસ તરીકેની ઓળખ આપી પોલીસનો યૂનિફોર્મ મેળવી બાઇક પર લાકડી રાખી ડુપ્લીકેટ પોલીસવાળો બનીને પ્રેમી યુગલો સાથે તોડ કરે છે.

આ પણ વાંચોસુરતમાં કરૂણ ઘટના, Corona પોઝિટિવ આવ્યો, તો વૃદ્ધે પરિવારને બચાવવા ટ્રેન નીચે પડતું મુકી કર્યો આપઘાત

આ બાતમીના આધારે પોલીસે વોચ રાખીને આ ઈસમને ઝડપી પડ્યો હતો. જોકે પોલીસે તેને ઝડપી પડ્યો ત્યારે તેની પાસેથી પોલીસનું એક આઇકાર્ડ પણ મળી આવ્યું હતું. આ વિશે યુવકને પૂછતાં તે કાર્ડ તેને સિટીલાઇટ વિસ્તારમાંથી મળી આવ્યાની કબૂલાત કરી હતી.

આ આઇકાર્ડ જામનગર જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા સંજય નામના પોલીસ કર્મચારીનો છે અને તે આઇકાર્ડ પર પોતાનો ફોટો લગાવી, નકલી પોલીસ બનીને ફરતો હતો. જેન લઈને પોલીસે આ ઈસમ વિરુદ્ધ કાયદેરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે, અને ભૂતકાળમાં આ ઈસમે જે લોકોને પોલીસ બનીને ઠગ્યા છે કે કેમ, તેવા લોકોને સામે આવીને ફરિયાદ આપવા માટેની અપીલ પણ કરી છે.
Published by: kiran mehta
First published: July 10, 2020, 7:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading