Home /News /madhya-gujarat /

અમદાવાદ PSIને ધક્કો મારી હાથમાં હથકડી સાથે આરોપી ફરાર

અમદાવાદ PSIને ધક્કો મારી હાથમાં હથકડી સાથે આરોપી ફરાર

    હર્મેશ સુખડિયા, અમદાવાદ

    અમદાવાદમાં ઘાટલોડિયા પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતી ઘટના સામે આવી છે. અહીં ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવેલો એક આરોપી પોલીસકર્મીને ધક્કો મારી ફરાર થઇ જતા ચકચાર મચી છે. આરોપીને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવ્યા હતા, અહીં ભીડનો લાભ લઇને આરોપી છૂમંતર થઇ ગયો હતો.

    પ્રાપ્ત વિગત પ્રમાણે થોડા સમય પહેલા ઘાટલોડિયા પોલીસસ્ટેશનમાં એક વાહનચોરીની ફરિયાદ નોંધાઇ હતી, ત્યારબાદ તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાંચે પીન્ટુ મિણા નામના એક આરોપીની ધરપકડ કરી ઘાટલોડિયા પોલીસને સોંપ્યો હતો. ત્યારબાદ ઘાટલોડિયા પોલીસે નિયમ પ્રમાણેની કાર્યવાહી શરૂ કરી, જે અંતર્ગત આરોપી પીન્ટુને મેડિકલ ચેક અપ માટે સોલા સિવિલ હોસ્પિટલ લઇ જવાયો, આ કામગીરી ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી આર પટેલને સોંપવામાં આવી.

    અહીં ક્લિક કરી વાંચોઃ એક કિમી સુધી વિખેરાયા વિમાનના ટૂકડા અને મૃતદેહઃ PHOTOS

    ફરજ પ્રમાણે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પટેલ આરોપી પીન્ટુને લઇને સોલા સિવિલ ખાતે પહોંચ્યા, હંમેશાની જેમ સોલા સિવિલમાં પણ ભારે ભીડ હતી, જો કે આરોપી પીન્ટુએ ભીડનો લાભ ઉઠાવ્યો અને પીએસઆઇને ધક્કો મારી ફરાર થઇ ગયો. ઘટના બાદ પીએસઆઇ વીલા મોઢે પોલીસ સ્ટેશન આવ્યા અને ફરાર આરોપી પીન્ટુ સામે ફરિયાદ નોંધાવી.

    પીએસઆઇની ફરિયાદ બાદ માંડ પકડાયેલા આરોપી પીન્ટુને શોધવા દિવસ-રાત એક કર્યા છે, પરંતુ એ પહેલા મોડું થઇ ગયું અને સમગ્ર હકિકત સામે આવી ગઇ અને પોલીસની નિષ્ફળતાની ચર્ચાઓ વહેતી થઇ. ત્યારે આરોપી ફરાર થઇ જતા પોલીસબેડામાં પણ ચર્ચા જાગી છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Accused fugitive, Ahmadabad, Police custody, Sola civil

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन