અમદાવાદ : જેલમાં જતા પહેલા જ આરોપી લઘુશંકાના બહાને પોલીસને ચકમો આપીને રફૂચક્કર

અમદાવાદ :  જેલમાં જતા પહેલા જ આરોપી લઘુશંકાના બહાને પોલીસને ચકમો આપીને રફૂચક્કર
ફરાર આરોપી હુસેન મકરાણી

રાજકોટના ગોંડલ પોલીસ સ્ટેશનની ટિમ એક આરોપીને અમદાવાદમાં જેલમાં મુકવા આવી હતી

  • Share this:
અમદાવાદ: પોલીસ જપ્તામાંથી કેદી ફરાર થવાના કિસ્સાઓ અનેકવાર બનતા હોય છે. જેમા વધુ એક બનાવ અમદાવાદ સામે આવ્યો છે. રાજકોટના ગોંડલ પોલીસ સ્ટેશનની ટિમ એક આરોપીને અમદાવાદમાં જેલમાં મુકવા આવી હતી. પોલીસ જાપ્તામાથી પોલીસને ચકમો આપીને આ આરોપી ભાગી ગયો હતો. દાણીલીમડા પોલીસે બેદરકારી દાખવા બદલે ત્રણ પોલીસ કર્મી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

ફોટામા દેખાતો આરોપી હુશેન ઉર્ફે ભોલીયો મકરાણી પોલીસ જપ્તામાં ફરાર થઇ ગયો છે. રાજકોટ ગ્રામ્યની ગોંડલ પોલીસે આર્મસ એક્ટ મુજબના ગુનામા હુશેન મકરાણીની ધરપકડ કરી હતી. તે બાદ પાસા હુક્કમ મળતા અમદાવાદ સાબરમતી સેન્ટરલ જેલમા આરોપી હુસેન પોલીસ જાપ્તા સાથે મુકવા આવી રહ્યા હતા. તે સમયે વહેલી સવારે વિશાલાથી નારોલ તરફ જતા રસ્તે આરોપી હુસેન મકરાણી લઘુશંકા જવુ હોવાનુ કહેતા પોલીસ જપ્તા રહેલ પોલીસ કર્મીએ આરોપી હુસેન નીચે ઉતારતા જ પોલીસ કર્મીને ઘક્કો મારીને ફરાર થઇ ગયો હતો.દાણીલીમડા પોલીસે ફરાર હુસુને મકરાણી અને બેદરકારી દાખવા બદલે ગોંડલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી ખોડુભા ગોહિલ, ભાવેશ છૈયડા અને નરેન્દ્રસિહ ચુડાસમા વિરુદ્ધ ગુનો નોધ્યો છે. પોલીસ તપાસ કરતા આરોપી હુસેન મકરાણી પોલીસ જપ્તામા હથકડી વડે હાથ બાધવામા આવ્યા ન હતા જેના કારણે હાજર પોલીસ કર્મીની બેદરકારી સામે આવતા ગુનો નોધવામાં આવ્યો છે.

ત્યારે હાલ તો કેદી જાપ્તમાં ફરાર આરોપી હુસેન મકરાણીને ઝડપી પાડવા અમદાવાદ પોલીસ પણ તપાસ શરૂ કરી દીધી છે.
Published by:News18 Gujarati
First published:March 22, 2020, 23:11 pm

ટૉપ ન્યૂઝ