અમદાવાદ: 3 પોલીસકર્મીને ટામેટા ભારે પડ્યા, આવ્યો જેલમાં જવાનો વારો, જાણો કોણ-કોણ આવ્યા ACBના ઝપેટામાં


Updated: September 16, 2020, 8:27 PM IST
અમદાવાદ: 3 પોલીસકર્મીને ટામેટા ભારે પડ્યા, આવ્યો જેલમાં જવાનો વારો, જાણો કોણ-કોણ આવ્યા ACBના ઝપેટામાં
ત્રણ પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

આધારે આજે acbના ફરિયાદી જમાલપુર ગેટ નંબર-4ની બહાર પોતાની ટામેટા ભરેલી ગાડી લઈને ઉભા રહી વેપાર કરે છે.

  • Share this:
અમદાવાદમાં 3 પોલીસ કર્મચારીઓને મફતમાં ટામેટા લેવા ભારે પડી ગયા છે અને જેલ પાછળ જવાનો વારો આવી ગયો છે. ટામેટા પાછળ 100 રૂપિયા જવાબદાર હોવાનું સામે આવ્યું છે.

એસીબીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના 3 પોલીસ કર્મચારીઓને રૂપિયા 100ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. એસીબીએ એક ડીકોય ગોઠવી 3 પોલીસ કર્મચારીઓને પકડી પાડયા છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાકભાજીની લારીઓ અને ગાડીઓ ઉભી રહે છે. હાલમાં જ acbને માહિતી મળી હતી કે, પોલીસવાળા છૂટક શાકભાજીનો વેપાર કરતા લોકો પાસેથી લાંચ લે છે.

આ પણ વાંચોસુરત: ખેડૂત આપઘાત મામલો, જમીન પચાવી ત્રાસ આપનાર આરોપી રાજુ ભરવાડ, ભાવેશ સવાણીની ધરપકડ

આ પણ વાંચોઅમદાવાદ : ગુમ થયેલી બાળકીની લાશ મળી, બાળકીની માતા અને માનેલા ભાઈ Suspected

આ માહિતીના આધારે આજે acbના ફરિયાદી જમાલપુર ગેટ નંબર-4ની બહાર પોતાની ટામેટા ભરેલી ગાડી લઈને ઉભા રહી વેપાર કરે છે. આજે વેપારી પાસેથી આ ત્રણેય પોલીસ કર્મચારી એક બીજાની મદદગારીથી રૂપિયા 100ની લાંચ લઈ રહ્યાં હતાં અને acbએ પકડી લીધા હતી.

acbનું કેહવું છે કે, આ ત્રણેય પ્રભુ દાસ ડામોર જે pcrના ઓપરેટર છે, ક્રિષ્ના બારોટ pcrના ઇન્ચાર્જ છે અને દિલીપ ચંદ્ર બારોટ જે pcrના ડ્રાઈવર છે અને આ લોકો ભેગા થઈને આ લાંચની રકમ લઈ રહ્યાં હતાં. હાલમાં acbએ ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે અને એમાં બીજા કોઈ સામેલ છે કે કેમ તેની તપાસ પણ કરવામાં આવી રહી છે.
Published by: kiran mehta
First published: September 16, 2020, 8:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading