રાજ્યમાં શૈક્ષણિક વર્ષ 8 જૂનથી શરૂ થશે, જાણો- પુસ્તક ક્યારે મળશે? કેવી રીતે ભણાવાશે? તમામ માહિતી


Updated: June 6, 2020, 7:16 AM IST
રાજ્યમાં શૈક્ષણિક વર્ષ 8 જૂનથી શરૂ થશે, જાણો- પુસ્તક ક્યારે મળશે? કેવી રીતે ભણાવાશે? તમામ માહિતી
પ્રતિકાત્મક તસવીર

કેન્દ્ર સરકારના ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર ૩૦ જૂન સુધી વિદ્યાર્થીઓ માટે શાળામાં આવવાનું રહેશે નહીં, પરંતુ તેવું અને ઘરે બેઠા અભ્યાસક્રમ મુજબ શૈક્ષણિક પ્રવૃતિઓ મળી રહે તે મુજબનું હોમ લોનની પ્રક્રિયા શરૂ કરવાની રહેશે

  • Share this:
ગાંઘીનગર : રાજ્યમાં કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં લઇ રાજ્યનું જાહેર આરોગ્ય જોખમાય નહિ તે રીતે શૈક્ષણિક પ્રવૃત્તિ ચાલુ કરવા રાજ્ય શિક્ષણ વિભાગ વિચારી રહ્યો છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી બિન સરકારી અનુદાનિત અને ખાનગી સ્વનિર્ભર પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના નવા શૈક્ષણિક વર્ષની શૈક્ષણિક પ્રવૃતિ શરૂ કરવા માટે હોમ લર્નિંગ માટેની સૂચના આપવામાં આવી છે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે હોમ લર્નિંગના માધ્યમથી રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો પ્રારંભ કરવા જઈ રહી છે, જે અંતર્ગત રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ૮ જૂનથી ધોરણ 1અને ધોરણ નવમાં પ્રવેશ આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે, અને પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓને ડાયટમાં ડેટા એન્ટ્રીની કામગીરી પૂર્ણ કરવાની રહેશે.

8થી 15 જૂન સુધી શાળામાંથી પુસ્તકો મળી શકે છે

આ કામગીરી માટે આવશ્યક શિક્ષકો મુખ્ય શિક્ષક કે આચાર્યએ જરૂરિયાત મુજબ શાળામાં શિક્ષકોને હાજર રહેવા સૂચના આપવાની રહેશે, જે વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર તરફથી વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવામાં આવે છે, તેવા વિદ્યાર્થીઓને ૮ જૂન થી 13 જૂન સુધીમાં પુસ્તકો મળી જાય તે મુજબની વ્યવસ્થા દરેક શાળાએ ગોઠવવાની રહેશે. આ માટે distance નું સંપૂર્ણ પાલન કરી દરેક વિદ્યાર્થીઓને પુસ્તકો મળી જાય તે મુજબની દરેક શાળાના મુખ્ય શિક્ષક અને આચાર્ય વ્યવસ્થા કરવાની રહેશે.

કેન્દ્ર સરકારના ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર ૩૦ જૂન સુધી વિદ્યાર્થીઓ માટે શાળામાં આવવાનું રહેશે નહીં, પરંતુ તેવું અને ઘરે બેઠા અભ્યાસક્રમ મુજબ શૈક્ષણિક પ્રવૃતિઓ મળી રહે તે મુજબનું હોમ લોનની પ્રક્રિયા શરૂ કરવાની રહેશે વિદ્યાર્થીઓને હોમ લોનની પ્રક્રિયા શૈક્ષણિક કાર્ય ઘર બેઠા થઈ શકે તે માટે સાહિત્ય ઓનલાઈન એજ્યુકેશન મોબાઈલનો ઉપયોગ દ્વારા ટેલિવિઝનના માધ્યમ દ્વારા જરૂરી પ્રબંધન કરવાનું રહેશે.15 જૂનથી ડીડી ગીરનાર ચેનલ પર શૈજ્ક્ષણિક કાર્યક્રમ શરૂ કરાશે

15 જૂન 2020 થી ડીડી ગિરનાર ટેલિવિઝન ચેનલ પરથી બાળકો માટે શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવશે જેની સમયપત્રક જીસીઈઆરટી અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવશે. આ પ્રસારણ ની તમામ વિદ્યાર્થીઓ ને જાણ થાય તેવી વ્યવસ્થા શાળાના મુખ્ય શિક્ષક અને આચાર્ય દ્વારા કરવાની રહેશે. તમામ બાળકો આ કાર્યક્રમમાં મહત્તમ લાભ લઇ શકે તે માટે દરેક શાળાના મુખ્ય શિક્ષક અને આચાર્ય વિદ્યાર્થી વાલી વાલીને એસ.એમ.એસ કરી જાણ કરવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા બાળકોને હોમ લર્નિંગ માટે પ્રસારિત કરવામાં આવતા દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમનો મહત્તમ લાભ પોતાના બાળકો નિયમિત રીતે લઈ શકે તે માટે જરૂરી મદદ અને સહાય મળી રહે તે માટે વાલીઓને પણ અપીલ કરવામાં આવે છે.

કયા ધોરણ માટે કોણ ઓડિયો-વિઝ્યુલ પોસ્ટ તૈયાર કરશે

ધોરણ 3 થી 5 માટે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ધોરણ ૬ થી ૮ માટે જીસીઇઆરટી દ્વારા અને ધોરણ 10 અને 12 માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઓડિયો-વિઝ્યુઅલ પોસ્ટ તૈયાર કરવામાં આવશે હોમ લર્નિંગના સમયગાળા દરમિયાન ભોજન માટે બુકિંગ cost અને અનાજ વિતરણ વ્યવસ્થા રાજ્ય સરકાર તરફથી કરવામાં આવશે. જે ખાનગી શાળાઓએ પોતાના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીનીઓને ઘેર બેઠા શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવેલી છે. તેવી શાળાઓને આરટીઇ હેઠળ પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓને પણ આવા શિક્ષણથી વંચિત નહીં ન રહી જાય અને તેઓ માટે પણ છપાયેલ સાહિત્ય પણ પહોંચાડવાની વ્યવસ્થા કરવાની રહેશે.

એટલે કે રાજ્ય સરકાર દ્વારા ૮ જૂનથી નવા સત્રનો પ્રારંભ કરવામાં આવી રહેલો છે. જોકે 30 જૂન સુધી કોઇપણ શાળા સંચાલકો એ પોતાની શાળા ચાલુ નહીં કરી શકે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર કોરોનાની જેમ મહામારી છે, તેનાથી રાજ્યના વિદ્યાર્થીઓને કઈ રીતે બચાવે છે અને સાથે જ આ વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય અટકે નહીં તે માટે કેવા પગલાં ભરે છે.
First published: June 5, 2020, 10:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading