Home /News /madhya-gujarat /

અમદાવાદ: 22 વર્ષિય યુવકની લાશ બે દિવસ ઘરમાં લટકી રહી, ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

અમદાવાદ: 22 વર્ષિય યુવકની લાશ બે દિવસ ઘરમાં લટકી રહી, ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

પ્રતિકાત્મક તસવીર

તેની લાશ બે દિવસ ઘરમાં પડી હતી, લાશની અસહ્ય દુર્ગંધ આવતા આસપાસના રહીશો એકઠા થઇ ગયા હતા અને યુવાનના કાકાને જાણ કરી

લોકડાઉનના સમયમાં અમદાવાદમાં એક યુવકની આત્મહત્યાની ઘટના સામે આવી છે. 22 વર્ષિય યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા પુરા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શિવનગર ફ્લેટમાં વૈભવ બ્રહ્મભટ્ટ નામના યુવકે આત્મહત્યા કરી લીધી છે. કયા કારણસર આત્મહત્યા કરી તેને લઈને શિવ નગર ફ્લેટમાં લોકોમાં ચર્ચા થઈ રહી હતી, ત્યારે વેજલપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસ અનુસાર, યુવકને કોઇ પણ જાતની બીમારી નહોતી પરંતુ અભ્યાસ માટે નબળો હોવાનું સામે આવ્યું હતું. જ્યારે યુવકે અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું છે, ત્યારે પરિવારજનોના નિવેદન નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસને હજુ સુધી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પોલીસે યુવકના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે.

કોરોના વાયરસના કારણે લોકડાઉનની પરિસ્થિતીમાં યુવાને આપઘાત કરતા અનેક ચર્ચાઓ સામે આવી હતી. આ મામલે વેજલપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એલ ડી ઓડેદરા સાથે થયેલી વાતચીત પ્રમાણે હજુ આપઘાતનું કોઈ નક્કર કારણ સામે આવ્યું નથી. જોકે, પોલીસ વેજલપુર શિવ નગર ખાતે પહોંચી અને લાશનો કબજો મેળવ્યો હતો, અને પંચનામાની પ્રક્રિયા હાથ ધરી હતી.

કહેવાય છે કે, ૨૨ વર્ષીય યુવાને એકાએક આપઘાત કરી લીધો હતો, તેની લાશ બે દિવસ ઘરમાં પડી હતી, લાશની અસહ્ય દુર્ગંધ આવતા આસપાસના રહીશો એકઠા થઇ ગયા હતા અને યુવાનના કાકાને આ મામલે જાણ કરી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને લાશને નીચે ઉતારી તેના પંચનામાની પ્રક્રિયા હાથ ધરી હતી.
Published by:kiran mehta
First published:

Tags: Committed suicide, Coronavirus

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन