સુરેન્દ્રનગરનો કેવલ પટેલ અકસ્માતમાં થયો બ્રેઈન ડેડ, તેના હૃદયે સુરતના 22 વર્ષિય શ્રીપાલ લાલનને આપ્યું નવજીવન


Updated: September 19, 2020, 7:47 PM IST
સુરેન્દ્રનગરનો કેવલ પટેલ અકસ્માતમાં થયો બ્રેઈન ડેડ, તેના હૃદયે સુરતના 22 વર્ષિય શ્રીપાલ લાલનને આપ્યું નવજીવન
સૂરેન્દ્રનગર ખાતે અકસ્માતની ઘટના બની. બેશક એ પરિવાર માટે આઘાતજનક ઘટના હતી, પણ એક બીજા પરિવારમાં કદાચ સુખનો સૂરજ ઉગવાનો હતો, અને થયું પણ એવું જ.

સૂરેન્દ્રનગર ખાતે અકસ્માતની ઘટના બની. બેશક એ પરિવાર માટે આઘાતજનક ઘટના હતી, પણ એક બીજા પરિવારમાં કદાચ સુખનો સૂરજ ઉગવાનો હતો, અને થયું પણ એવું જ.

  • Share this:
સૂરતના ૨૨ વર્ષીય શ્રીપાલ લાલન છેલ્લા દસ વર્ષથી ‘ડાઈલેટેડ કાર્ડીઓમાયોપથી’ થી પીડાતા હતા. ખાનગી હૃદય-હોસ્પિટલમાં બતાવતા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું જણાવવામાં આવ્યું. ગુજરાતમાં માત્ર સિમ્સ હોસ્પિટલ ખાતે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. પણ હ્રદય કોણ આપે? આ યક્ષ પ્રશ્ન સૌને સતાવતો હતો. એવામાં રાજ્યના બીજા ખુણે એટલે કે સૂરેન્દ્રનગર ખાતે અકસ્માતની ઘટના બની. બેશક એ પરિવાર માટે આઘાતજનક ઘટના હતી, પણ એક બીજા પરિવારમાં કદાચ સુખનો સૂરજ ઉગવાનો હતો, અને થયું પણ એવું જ. અકસ્માતમાં ઈજા પામનાર કેવલ ભાઈલાલ પટેલને બ્રેઈન ડેડ જાહેર કરાયા. પરિવારે ઓર્ગન ડોનેશનની ઈચ્છા વ્યક્ત કરી હતી. અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં ૧૧મું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું અને સૂરતના શ્રીપાલ લાલનને નવજીવન મળ્યું છે.

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરનાર તબીબ ડૉ. ધીરેન શાહ જણાવે છે કે, આ ગુજરાતનું ૧૧મું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ છે. શ્રીપાલ લાલન હૃદયની બીમારીથી પીડાતા હતા. જેના કારણે હૃદયની કાર્યક્ષમતા સતત ઘટી રહી હતી. તેઓનું હ્રદય અલ્પ ક્ષમતાથી કામ કરી રહ્યું હતું. આવા સમયે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જ એક માત્ર ઉપાય હતો.પી.પી.ઇ. કીટ પહેરીને કરાયેલું કોવિડ એરાનું ગુજરાત અને દેશના જૂજ પૈકીનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ હતું. જેમાં ઓપરેશન પહેલા તબીબ અને પેરામેડિકલ સ્ટાફ સહિત ૩૫ જેટલા કર્મચારીઓનો કોવિડ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો જેથી દર્દીને સંક્રમણથી બચાવી શકાય. જો કે વર્ષના કોઈપણ સમયે આ હોસ્પિટલમાં કોઈપણ ઓપરેશન સમયે વિશેષ કાળજી રાખવામાં આવે છે..

સુરેન્દ્રનગરના ૧૯ વર્ષીય કેવલ પટેલને અકસ્માતમાં ગંભીર ઈજા થઈ હતી.અને તાત્કાલિક અમદાવાદની આઈ.કે.ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સારવાર ચાલતી રહી હતી.પણ રીકવરી ન આવી.. હ્રદય માત્ર ૧૦ થી ૧૫ % પમ્પીંગ ક્ષમતા સાથે ચાલતુ હતું. પરિવાર અતિ ચિંતામાં હતું. આખરે આ દર્દીને બ્રેઈન ડેડ જાહેર કરાયા હતા. પરિવારે માનવીય અભિગમ સાથે હ્રદય દાન અંગે નિર્ણય કર્યો.

આ બાજુ સૂરતના શ્રીપાલ લાલન હ્રદયની ગંભીર બીમારીથી પીડાતા હતા. હોસ્પિટલ દ્વારા સંપર્ક કરાયો અને કાયદાકીય અને તબીબી પ્રક્રિયા બાદ સૂરેન્દ્રનગરના કેવલ પટેલનું હૃદય સૂરતના શ્રીપાલ લાલનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવા નિર્ણય લેવાયો. શહેરના ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા નિયત સમયમાં હાર્ટ સીમ્સ હોસ્પિટલમાં પહોંચાડાયું, અને સીમ્સ હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સ પ્લાન્ટની ૧૧મી કડી રૂપે સૂરતના શ્રીપાલ લાલનને નવજીવન બક્ષ્યું.
Published by: kiran mehta
First published: September 19, 2020, 7:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading