થલતેજ- શીલજ- રાચરડા ઓવરબ્રિજનું લોકાર્પણ થયું, 10 લાખથી વધુ લોકોને મળશે રાહત

થલતેજ- શીલજ- રાચરડા ઓવરબ્રિજનું લોકાર્પણ થયું, 10 લાખથી વધુ લોકોને મળશે રાહત
આ બ્રિજ બનાવવા માટે 60 કરોડ રૂપિયાનો અંદાજ હતો પણ 55 કરોડમાં કામ પૂર્ણ થયું છે.એટલે અંદાજ કરતા પણ ઓછા ખર્ચમાં રેલવે ઓવર બ્રિજ તૈયાર થયો છે.

આ બ્રિજ બનાવવા માટે 60 કરોડ રૂપિયાનો અંદાજ હતો પણ 55 કરોડમાં કામ પૂર્ણ થયું છે.એટલે અંદાજ કરતા પણ ઓછા ખર્ચમાં રેલવે ઓવર બ્રિજ તૈયાર થયો છે.

  • Share this:
અમદાવાદ શહેરમાં એક પછી એક બ્રિજનું લોકાર્પણ થઈ રહ્યું છે. ત્યારે આજે અમદાવાદ શહેરના થલતેજ-શીલજને જોડતા રાચરડા ચાર રસ્તા પર રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 55 કરોડના ખર્ચે રેલવે ઓવર બ્રિજ તૈયાર થયો છે. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ અને ભારત સરકારના રેલ મંત્રાલય દ્વારા અમદાવાદ શહેરના થલતેજ- શીલજ- રાચરડા ચાર રસ્તા ઓવરબ્રિજ બનાવ્યો છે.

અંદાજ કરતા ઓછા ખર્ચમાં પુરો થયો રોડરાંચરડામાંથી અમદાવાદથી સૌરાષ્ટ્ર ને જોડતી રેલવે લાઇન પસાર થાય છે. 24 કલાકમાં 90થી 100 ટ્રેન પસાર થાય છે. જ્યારે ટ્રેન નીકળે એટલે ફાટક 5 મિનિટથી વધારે બંધ રહે એટલે 24 કલાકમાં 6 કલાક ફાટક બંધ રહેતો હતો. જેના કારણે 10 લાખ લોકો પ્રભાવિત થતા હતા.પરંતુ થલતેજ- શીલજ- રાચરડા ચાર રસ્તા રેલવે ઓવરબ્રિજ બની જતા 10 લાખ લોકોને રાહત મળશે.આ બ્રિજ બનાવવા માટે 60 કરોડ રૂપિયાનો અંદાજ હતો પણ 55 કરોડમાં કામ પૂર્ણ થયું છે.એટલે અંદાજ કરતા પણ ઓછા ખર્ચમાં રેલવે ઓવર બ્રિજ તૈયાર થયો છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ બ્રિજને લોકો માટે ખુલ્લો મુક્યો

આ બ્રિજનું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બ્રિજનું લોકાર્પણ કરાયું છે.અમિત શાહ વિડિયો કોન્ફરન્સથી રેલવે ઓવર બ્રિજના લોકાર્પણ જોડાયા હતા. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ બ્રિજને લોકો માટે ખુલ્લો મુક્યો છે. આ પ્રસંગે ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.ટ્રાફિક હળવો બનશે

આ રેલવે ઓવર બ્રિજ બનવાના કારણે થલતેજથી શીલજ જવા માટે સમય પણ બચશે અને ટ્રાફિક પણ નહીં થાય. બ્રિજ બન્યા પહેલા થલતેજથી શીલજ જવા માટે ફાટક આવતો હતી અને ટ્રેન પસાર થઈ જાય ત્યાં સુધી વાહન ચાલકોએ રાહ જોવી પડતી હતી. પરંતુ હવે બ્રિજ બની જતા જ વાહન ચાલકોએ રાહત મળશે.
Published by:Kaushal Pancholi
First published:January 21, 2021, 12:31 pm

ટૉપ ન્યૂઝ