અમદાવાદઃશંકામાં ગર્ભવતી પત્નીને પતિએ મારી ફેકી દીધી,ગરબામાં લઇ જઇ ગળુ દબાવી દીધુ

News18 Gujarati | Pradesh18
Updated: October 10, 2016, 6:31 PM IST
અમદાવાદઃશંકામાં ગર્ભવતી પત્નીને પતિએ મારી ફેકી દીધી,ગરબામાં લઇ જઇ ગળુ દબાવી દીધુ
અમદાવાદઃ અમદાવાદના સોલા વિસ્તારમાં શંકાશીલ પતિ એ જ ગર્ભવતી પત્નીની હત્યા કરી લાશને સગેવગે કરી નાંખી હતી.અને પત્ની ગુમ થઇ હોવાનું તરકટ રચી પોલીસને જાણ કરી હતી.એટલું જ નહીં પોલીસ સાથે પત્નીને શોધવામાં પણ મદદ કરવાનું નાટક કર્યુ હતું..જો કે પરિણીતાના કાકાએ આરોપીના નાટકને ખુલ્લુ પાડી દીધું અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જાણવા મળ્યા મુજબ તારા પેટમાં રહેલું બાળક મારું નથી એમ કહીને પત્નીનું ગળુ દબાવી હત્યા કરી હતી..

  • Pradesh18
  • Last Updated: October 10, 2016, 6:31 PM IST
  • Share this:
અમદાવાદઃ અમદાવાદના સોલા વિસ્તારમાં શંકાશીલ પતિ એ જ ગર્ભવતી પત્નીની હત્યા કરી લાશને સગેવગે કરી નાંખી હતી.અને પત્ની ગુમ થઇ હોવાનું તરકટ રચી પોલીસને જાણ કરી હતી.એટલું જ નહીં પોલીસ સાથે પત્નીને શોધવામાં પણ મદદ કરવાનું નાટક કર્યુ હતું..જો કે પરિણીતાના કાકાએ આરોપીના નાટકને ખુલ્લુ પાડી દીધું અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જાણવા મળ્યા મુજબ તારા પેટમાં રહેલું બાળક મારું નથી એમ કહીને પત્નીનું ગળુ દબાવી હત્યા કરી હતી.

amd patni hatya01

googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_GUJARAT/NW18_GUJ_GUJARAT_AS/NW18_GUJ_GUJ_AS_ROS_BTF_728"); });

 થલતેજ ગામમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા ચેતન બારોટને છેલ્લા કેટલાય સમયથી તેની પત્ની સાથે અવારનવાર ઝઘડા થતાં હતાં.જો કે 6 સપ્ટેમ્બરએ બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ચેતનએ તેની પત્ની હીનાની હત્યા કરવાનું નક્કી કર્યું અને ગરબા જોવા જવાના બહાને બહાર લઇ ગયો ત્યારબાદ હીનાને હેબતપુર રેલ્વેટ્રેક પાસે આવેલી ખુલ્લી જગ્યામાં લઇ જઇને ગળું દબાવી તેની હત્યા કરી હતી.

હત્યા કર્યા બાદ ચેતનએ હીનાના મૃતદેહને ટ્રેક પાસેની જાળીમાં નાંખીને ફરાર થઇ ગયો હતો અને ઘરે ગયા બાદ હીના ગુમ થઇ ગઇ હોવાની જાહેરાત કરી હતી.સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસએ પણ જાણવાજોગ દાખલ કરીને હીનાની શોધખોળ શરૂ કરી હતી.
જો કે આ દંપત્તિ વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હોવાથી હીનાની હત્યા થઇ હોવાની આશંકા રાખીને ચેતનની ઉલટ પૂછપરછ કરી હતી.જેમાં રવીવારે રાત્રે ચેતને સમગ્ર બાબતની જાણ કરતાં જ પોલીસ સહીત હીનાના પરિવારજનો ચોંકી ઉઠ્યા હતાં અને ઘટનાસ્થળ પરથી હીનાના કોહવાઇ ગયેલો મૃતદેહ નગ્ન હાલતમાં મળી આવ્યો હતો.

હાલમાં પોલીસએ મૃતદેહનું પોસ્ટમોટમ્ કરાવીને વધુ તપાસ શરૂ કરી છે.જો કે હત્યા ક્યાં કારણોસર કરવામાં આવી છે તે અંગે ચોક્ક્સ કારણ જાણી શકાયું ન હતું.પરંતુ ચારિત્ર્ય પર શંકા રાખીને હીનાની હત્યા કરી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

First published: October 10, 2016, 6:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading