Home /News /madhya-gujarat /

શોપિયા અથડામણમાં હિઝબુલનો વધુ એક આતંકી ઠાર, સેનાના બે જવાનો ઘાયલ

શોપિયા અથડામણમાં હિઝબુલનો વધુ એક આતંકી ઠાર, સેનાના બે જવાનો ઘાયલ

દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં થયેલી અથડામણમાં હિજબુલ મુઝાહુદ્દિનનો વધુ એક આતંકી ઠાર કરાયો છે. જ્યારે સેનાના બે જવાનો ઘાયલ થયા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે સોમવારે આ જાણકારી આપી છે. 62 રાષ્ટ્રીય રાઇફલ્સ અને સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
જમ્મુ #દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં થયેલી અથડામણમાં હિજબુલ મુઝાહુદ્દિનનો વધુ એક આતંકી ઠાર કરાયો છે. જ્યારે સેનાના બે જવાનો ઘાયલ થયા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે સોમવારે આ જાણકારી આપી છે. 62 રાષ્ટ્રીય રાઇફલ્સ અને સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું.

પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, વિશેષ ગુપ્ત સુચનાના આધારે સુરક્ષા બળોએ સર્ચ ઓપરેશન કર્યું હતું. જે દરમિયાન શોપિયાંના વાનગમમાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. ગોળીબારીમાં એક આતંકી ઠાર કરાયો છે જેની ઓળખ શોપિયાંના છત્રીપુરનો રહેવાસી અને હિજબુલ મુજાહુદ્દિનના આતંકી સદમ હુસૈન મીર તરીકે થઇ છે.

અધિકારીએ જણાવ્યું કે અથડામણમાં સેનાના બે જવાનો ઘાયલ થયા છે. સુરક્ષા બળોને એક રાઇફલ, એકે 47નાં પાંચ મેગઝીન, એકે 47ની 119 ગોળીઓ અને હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે. અંધારાનો લાભ લઇને બે આતંકીઓ ભાગી ગયાનું જાણવા મળી રહ્યું છે.
First published:

Tags: આતંકવાદી, આતંકી હુમલો, જમ્મુ કાશ્મીર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन