Home /News /madhya-gujarat /અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક! 10 ટકે 10 લાખની સામે 60 લાખ ચુકવ્યા, વધુ 40 લાખ માંગી અપહરણ કર્યું, દિનેશ દેસાઈ સહિત પાંચ સામે ફરિયાદ
અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક! 10 ટકે 10 લાખની સામે 60 લાખ ચુકવ્યા, વધુ 40 લાખ માંગી અપહરણ કર્યું, દિનેશ દેસાઈ સહિત પાંચ સામે ફરિયાદ
વ્યાજખોરોનો આતંક
Ahmedabad Crime News: જમીન મકાનની દલાલી (home and land broker) કરતા યુવકે મકાન લેવા તેમજ ઘંઘા અર્થે લીધેલા 10 લાખની સામે પોતાની મિલ્કત વેચીને 60 લાખ આપ્યા તેમ છતાં વ્યાજખોરે વધુ 40 લાખની માંગણી કરીને યુવકનુ અપહરણ (kidnapping) કરી ઢોર માર માર્યો હતો.
અમદાવાદ: અમદાવાદનાં (Ahmedabad news) પૂર્વ વિસ્તારમાં વ્યાજખોરનો (Usurer) ફરી એક વાર આતંક જોવા મળી રહ્યો છે. જમીન મકાનની દલાલી (home and land broker) કરતા યુવકે મકાન લેવા તેમજ ઘંઘા અર્થે લીધેલા 10 લાખની સામે પોતાની મિલ્કત વેચીને 60 લાખ આપ્યા તેમ છતાં વ્યાજખોરે વધુ 40 લાખની માંગણી કરીને યુવકનુ અપહરણ (kidnapping) કરી ઢોર માર માર્યો હતો. આ મામલે હાલતો રામોલ પોલીસે (Ramol police) 5 લોકો સામે અપહરણ અને મની લોન્ડરીંગની ફરિયાદ નોંધી છે.
રામોલ વિસ્તારમાં વ્યાજખોરો દ્વારા જમીનમકાનની દલાલી કરતા વેપારીનું અપહરણ કરી ઢોર માર મારીને પૈસાની માંગ કરી ધમકી આપી હોવાની ધટના બની છે. વસ્ત્રાલમાં રહેતા મેહુલ દેસાઈ જમીનમકાનની દલાલીનું કામ કરે છે. ઘંઘા અર્થે તેઓને પૈસાની જરૂર હોવાથી પાંચ વર્ષ પહેલા મકાન ખરીદવાનું હોવાથી તેમજ ધંધામાં પૈસાની જરૂર હોવાથી વિરાટનગરમાં રહેતા અને ફાઈનાન્સનો ધંધો કરતા દિનેશ દેસાઈ પાસેથી 10 ટકા વ્યાજે 10 લાખ રૂપિયા લીધા હતા. જેની સામે અત્યાર સુધીમાં 60 લાખ ચુકવી દિધા હોવા છતાં દિનેશ દેસાઈએ અવારનવાર ફોન કરી વધુ 40 લાખ રૂપિયાની માગ કરી ધમકીઓ આપવામાં આવતી હતી.
31મી માર્ચનાં રોજ મેહુલ દેસાઈ ઘરે હાજર હતા તે સમયે દિનેશ દેસાઈએ ફોન કરી ઘરની બહાર બોલાવ્યો હતો, જે બાદ આરોપી અર્પણે ફોન કરી ફરિયાદીને રોડ પર બોલાવી કારમાં બેસાડી ગાળાગાળી કરી પૈસાની માગ કરી હતી..જે બાદ ફરિયાદીનું અપહરણ કરીને વસ્ત્રાલ નિરાંત ચાર રસ્તા તરફથી વિરાટનગર દિનેશ દેસાઈની ઓફિસે લઈ જવામાં આવ્યો હતો.
જ્યાં દિનેશ દેસાઈ, રિન્કુ દેસાઈ, અર્પણ અને ચિરાગ નામનાં વ્યક્તિઓ હાજર હતા..આરોપીઓએ ભેગા મળી બેલ્ટ અને ડંડાથી મેહુલ દેસાઈને માર મારી તે જ સમયે 5 લાખ રૂપિયાની માગ કરી હતી..તે સમયે મેહુલ દેસાઈએ ભાગવાનો પ્રયાસ કરતા આરોપીઓએ ભેગા મળીને ફરિયાદીને ગાડીમાં બેસાડી બે દિવસમાં હિસાબ ચુક્તે નહી કરે તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી સાંજનાં સમયે ઘર આગળ ઉતારી ભાગી જતા આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
" isDesktop="true" id="1194929" >
આ મામલે રામોલ પોલીસે આરોપીઓ સામે અપહરણ અને ગુજરાત નાણાંની ધીરનાર કરનારા બાબત અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.. જોકે આરોપી દિનેશ દેસાઈ રાજકિય વગ ધરાવતો હોવાનો આક્ષેપ ફરિયાદી દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ આરોપીને સમાજનાં વડીલો દ્વારા સમાધાન માટે દબાણ પણ કરાતો હોવાનું આક્ષેપ કરાતા હાલ તો રામોલ પોલીસે આરોપીઓને પકડવા તજવીજ તેજ કરી છે..ત્યારે જોવાનું રહ્યું કે આરોપીઓ પોલીસની ગીરફ્તમાં ક્યારે આવે છે.