Home /News /madhya-gujarat /ઢાકા આતંકવાદી હુમલા સામે સેનાનું ઓપરેશન ખતમ, 6 આતંકી ઠાર

ઢાકા આતંકવાદી હુમલા સામે સેનાનું ઓપરેશન ખતમ, 6 આતંકી ઠાર

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આતંકવાદીઓ દ્વારા અહીંની એક રેસ્ટોરન્ટમાં ઘૂસી અંધાધૂંધ ગોળીબારી કરાતાં હાહાકાર મચી ગયો હતો. જોકે કમાન્ડોએ બાજી સંભાળી લેતાં વળતો જવાબ આપતાં છ આતંકવાદીઓને ઠાર કર્યા હતા અને 18 બંધકોને બચાવી લીધા હતા. આતંકવાદીઓ સામે સેનાનું ઓપરેશન સતત 12 કલાક સુધી ચાલ્યું હતું.

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આતંકવાદીઓ દ્વારા અહીંની એક રેસ્ટોરન્ટમાં ઘૂસી અંધાધૂંધ ગોળીબારી કરાતાં હાહાકાર મચી ગયો હતો. જોકે કમાન્ડોએ બાજી સંભાળી લેતાં વળતો જવાબ આપતાં છ આતંકવાદીઓને ઠાર કર્યા હતા અને 18 બંધકોને બચાવી લીધા હતા. આતંકવાદીઓ સામે સેનાનું ઓપરેશન સતત 12 કલાક સુધી ચાલ્યું હતું.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આતંકવાદીઓ દ્વારા અહીંની એક રેસ્ટોરન્ટમાં ઘૂસી અંધાધૂંધ ગોળીબારી કરાતાં હાહાકાર મચી ગયો હતો. જોકે કમાન્ડોએ બાજી સંભાળી લેતાં વળતો જવાબ આપતાં છ આતંકવાદીઓને ઠાર કર્યા હતા અને 18 બંધકોને બચાવી લીધા હતા. આતંકવાદીઓ સામે સેનાનું ઓપરેશન સતત 12 કલાક સુધી ચાલ્યું હતું.

રેપિડ એકશન બટાલિયન સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા આતંકવાદીઓ વિરૂધ્ધ કાર્યવાહી તેજ બનાવી દેવાઇ હતી. સુરક્ષાબળોએ ડિપ્લોમેટીક વિસ્તારના હોલી આર્ટિશન રેસ્ટોરન્ટમાં ઘુસેલા છ આતંકવાદીઓને ઠાર કરી દીધા છે અને એક આતંકવાદીને જીવતો પકડી લીધો છે.

કમાન્ડો કાર્યવાહીમાં ત્રણ વિદેશી સહિત 18 બંધકોને છોડાવી દેવાયા છે. આતંકીઓની અથડામણમાં બે પોલીસ કર્મીઓ શહીદ થયા છે જ્યારે 20 પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે. સાથોસાથ અન્ય 36 લોકો પણ ઘાયલ થયા છે.

આ અગાઉ આજે સવારે આતંકવાદીઓને ઠાર કરવા માટે બાંગ્લાદેશી સુરક્ષાકર્મીઓ રેસ્ટોરન્ટની અંદર પ્રવેશ્યા હતા. ગત રાતે અંદાજે કેટલાક આતંકવાદીઓએ ડિપ્લોમેટીક એરિયાની એક રેસ્ટોરન્ટમાં હુમલો કર્યો હતો અને અંદાજે 20 જેટલા લોકોને બંધક બનાવ્યા હતા.

આ હુમલામાં 2 પોલીસ કર્મીઓના મોત થયા હતા. આ દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતીય દુતાવાસના તમામ કર્મચારીઓ સુરક્ષિત છે. તો બીજી તરફ ઢાકા હુમલાની દુનિયાભરમાં ટીકા થઇ રહી છે. ભારતે ફરી એકવાર કહ્યું છે કે, આતંકવાદની કોઇ સીમા હોતી નથી તો અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ પણ આ હુમલાની વિગતો મેળવી હતી.

અહીં નોંધનિય છે કે, આ રેસ્ટોરન્ટ વિદેશી મુસાફરોમાં ઘણી પ્રિય છે. બંદૂકધારી આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબારી કરી હતી અને અંદર રહીને ગ્રેનેડ ફેંક્યા હતા. આ હુમલાને પગલે બાંગ્લાદેશ સરકારે એક ખાસ આપાતકાલિન બેઠક બોલાવી સુરક્ષાની ચર્ચા કરી હતી.
First published:

Tags: આતંકવાદી હુમલો, ઢાકા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन