અમદાવાદ : શાહીબાગમાં મકાનની છત ધડાકાભેર તૂટી પડી, પરિવાર અડધી ઊંઘમાંથી ભાગ્યો

News18 Gujarati
Updated: September 20, 2019, 3:27 PM IST
અમદાવાદ : શાહીબાગમાં મકાનની છત ધડાકાભેર તૂટી પડી, પરિવાર અડધી ઊંઘમાંથી ભાગ્યો
ધડાકાભેર ઘરની છત તૂટી પડી.

વહેલી સવારે 8 વાગે શાહીબાગના નિલમબાગ ફલેટની છત પડી ત્યારે પરિવાર ઊંઘી રહ્યો હતો. અચાનક છત પડતાં પરિવારને શરૂઆતમાં ભૂકંપ આવ્યો હોવાનો ભ્રમ થયો હતો.

  • Share this:
દીપિકા ખુમાણ, અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી જૂના અને જર્જરિત મકાનોની છતો પડી રહ્યાના બનાવો સામે આવી રહ્યા છે. શહેરમાં વર્ષો જૂનાં મકાનો ધીમે ધીમે જર્જરિત થઈને પડી રહ્યાં છે. અમદાવાદમાં શુક્રવારે સવારે મકાન તૂટી પડવાની એક ઘટના બની છે. સવારે 8 વાગે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા નિલમબાગ ફ્લેટમાં અચાનક છત ધરશાયી થઈ હતી. બ્લોક Aના ત્રીજા માળે છત ધરાશાયી થતાં લોકો ડરી ગયા હતા. સવારે છત પડતા તમામ રહીશોને શરૂઆતમાં ભૂકંપ આવ્યો હોવાનો અહેસાસ થયો હતો પરંતુ બાદમાં છતનો આખો ભાગ નીચે પડ્યો હોવાનું જાણીને લોકો જીવ બચાવવા ભાગ્યા હતા.

રેલવે ટ્રેક નજીક જર્જરિત મકાન પણ તંત્ર અજાણ?

અમદાવાદ કોરેપેશન દ્વારા અલગ અલગ સ્થળ પર જર્જરિત મકાનોને તોડવા માટે કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ રેલવે ટ્રેક નજીક આવેલા આ મકાન વિશે તંત્રને ખબર નથી. રેલવે ટ્રેક નજીક આવેલું આ મકાન એટલું જર્જરિત છે કે ટ્રેન અહીંથી પસાર થાય છે ત્યારે આખુંય બિલ્ડિંગ ડોલવા માંડે છે. એટલું જ નહીં જે ઘરમાં બનાવ બન્યો હતો તે ઘરમાં કોઈ પગલાં માંડો તો પણ ઘર ડોલવા લાગે છે. આવી સ્થિતિમાં જો આ મકાનને તોડી પાડવામાં ન આવે તો મોટી જાનહાની થઈ શકે છે.

શું છે રાજ્ય સરકારની સ્કીમ?

વર્ષ 2018માં જૂની ઈમારતોના રિડેવલપમેન્ટની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ગુજરાત સરકારે ગુજરાત ઓનરશિપ ફ્લેટ્સ એક્ટ 1973માં સુધારો કર્યો છે. આ સુધારા અંતર્ગત 25 વર્ષથી જૂની ઈમારતોને 75% માલિકોની સહમતિથી પણ રિડેવલોપ કરી શકાશે. ગુજરાત ઓનરશિપ ફ્લેટ્સ બિલ વર્ષ 2018માં વિધાનસભામાં પસાર કરવામાં આવ્યુ હતું. હવે ફ્લેટ અથવા અપાર્ટમેન્ટના રિડેવલપમેન્ટ માટે 75 ટકા સભ્યોની સહમતિ પણ ચાલશે.

આ પહેલા સભ્યોની 100 ટકા સહમતિ ફરજિયાત હતી. જો કોઈ ઈમારત જર્જરિત અવસ્થામાં હોય, ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિ હોય, અથવા તો તેમાં રહેતા લોકો અને તેની આસપાસના બાંધકામને નુકસાન પહોંચવાની શક્યતા હોય, તો તેને રિડેવલપમેન્ટની મંજૂરી મળે છે. ફ્લેટ અથવા અપાર્ટમેન્ટના દરેક સભ્યની મંજૂરી વિના આ શક્ય ન હોવાને કારણે રાજ્ય સરકારે કાયદામાં સુધારો કર્યો છે.

સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, એવું ધ્યાનમાં આવ્યું છે કે જો આવી જર્જરિત ઈમારતોને સમયસર રિ-કન્સ્ટ્રક્ટ અથવા રિ-ડેવલોપ કરવામાં ન આવે તો ત્યાં રહેલા લોકોના જીવ જોખમમાં મૂકાઈ શકે છે. આવી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે.

શું છે પ્રોસિજર?

કોઈપણ સોસાયટી ફ્લેટ અથવા એપાર્ટમેન્ટે જો રિ-ડેવલપમેન્ટ કરાવવું હોય તો સોસાયટીના ચેરમેન/પ્રમુખ અથવા સેક્રેટરીએ સોસાયટીના લેટરપેડ પર તમામ રહીશોની સહમતી લેવી પડે. જે બાદ તેઓ કયા બિલ્ડર દ્રારા પોતાનું મકાન રિડેવલપ કરાવવા માંગે છે તે અંગેની જાણ કરવી પડે. આ લેટર અને બિલ્ડર અંગેની માહિતી સાથે પ્રમુખે દાણાપીઠમાં આવેલાં અમદાવાદના મ્યુ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં મળવાનું રહેશે.
First published: September 20, 2019, 3:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading