Home /News /madhya-gujarat /

તપવા માટે તૈયાર રહોઃ ત્રણ દિવસ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે

તપવા માટે તૈયાર રહોઃ ત્રણ દિવસ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે

    આગામી બેથી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જેના પગલે સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને દરિયા કિનારાના ભાગોમાં હિટ વેવની શક્યતા જોવાઈ રહી છે. દરિયા કિનારે ગરમ પવન ફૂંકાવાને કારણે હિટવેવની અસર રહેશે. પોરબંદર, મહુવા, સુરત, દીવમાં તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે.

    શા માટે હિટવેવ?

    પાકિસ્તાનમાં થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તેની અસર દરિયા કિનારાના વિસ્તારોમાં જોવા મળશે. જેના કારણે ઉત્તર-પશ્ચિમ તરફથી ગરમ પવન ફૂંકાશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાને અસર પહોંચશે. બુધવારે જ રાજ્યના મોટા ભાગના શહેરમાં પારો 40 ડિગ્રીને પાર કરી ગયો હતો. ત્યારે આગામી બેથી ત્રણ દિવસ તાપમાનમાં પારો 45 ડિગ્રી સુધી પહોંચી જશે તેવી શક્યતા વ્યક્ત કવરામાં આવી છે. નોંધનીય છે કે બુધવારે ગરમીને કારણે ભાવનગર શહેરમાં એક વૃદ્ધનું મોત થયું હતું.

    ગરમી દરમિયાન શું ધ્યાનમાં રાખવું?

    - જો શક્ય હોય તો બપોરના 1 વાગ્યાથી સાંજના 5 વાગ્યા દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, અને જો બહાર નીકળવાનું થાય તો શરીર ઢંકાઈ જાય તેવા કપડાં પહેરવા. માથે હેલમેટ, ટોપી કે પછી કપડું બાંધી રાખવું.
    - હિટવેવની ઝપેટમાં વૃદ્ધો, બાળકો અને પ્રેગનેન્ટ મહિલાઓ ઝડપથી આવી જાય છે, તો તેમણે બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ.
    - જો બાઇક કે સ્કૂટર પર લાંબી મુસાફરી કરી રહ્યા છો તો વચ્ચે થોડો સમય માટે ઘાટા છાંયામાં ઉભા રહેવું, સતત લાંબી મુસાફરી ન કરવી.
    - બહાર નીકળવી વખતે ચહેરા પર તડકો ન લાગે તેવા લોશનનો ઉપયોગ કરવાથી પણ રાહત મળી શકે છે.
    - તડકામાં શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું, આ માટે દરરોજ ત્રણથી ચાર લીટર લિક્વિડ લેવાનું રાખવું.
    - હિટવેવ કે ભારે ગરમીના દિવસોમાં ભારે ખોરાક લેવાનું ટાળવું જોઈએ.
    - ગરમીમાં બહાર ગયા બાદ બેચેની, ચક્કર આવવા કે ઉલટી થાય તો કોઈ જ રાહ જોયા વગર ડોક્ટરનો સંપર્ક કરવો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Coastal belt, Hit, Hit wave, Saurashtra Kutch, Western disturbance, દક્ષિણ ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन