સાણંદ : ઝોલાપુરમાં અસામાજિક તત્વોના ત્રાસથી પીડિત શિક્ષિકાઓ રડી પડી

News18 Gujarati
Updated: September 11, 2019, 8:53 PM IST
સાણંદ : ઝોલાપુરમાં અસામાજિક તત્વોના ત્રાસથી પીડિત શિક્ષિકાઓ રડી પડી
શિક્ષિકાઓએ આજે શિક્ષણકાર્યનો બહિષ્કાર કરી ફરિયાદ કરી હતી.

સાણંદના ઝોલાપુર (zoalpur sanand) ગામની પ્રાથમિક શાળાની (privmary school) શિક્ષિકાઓ (Teachers) શિક્ષણ સમિતિના ચેરમેન સામે વેદના રજૂ કરતા પોક મૂકી. પૂર્વ આચાર્યના ઇશારે લુખ્ખા તત્વો હેરાન (Harrasment) કરતા હોવાની રાવ

  • Share this:
વિભુ પટલે, અમદાવાદ : સાણંદ (Sanand) તાલુકાના ઝોલાપુર (Zolapur) ગામની પ્રાથમિક શાળાની (Primary School) શિક્ષિકાઓ (Teachers) ગામના લુખ્ખા તત્વોથી પરેશાન છે. ગુજરાતમાં સ્ત્રી શસક્તિકરણની વાતો થાય છે, પરંતુ સરકારી વિભાગોમાં જ મહિલાઓ સુરક્ષિત નથી.શિક્ષિકાઓને ગામના કેટલાક લુખ્ખા તત્વો (Notorious men)  આચાર્ય રાકેશના ( principle Rakesh) ઇશારે હેરાન કરે છે અને તેમની છેડતી કરે છે(Harassment). આજે શિક્ષિકાનું એક પ્રતિનિધી મંડળ આ સંદર્ભે શિક્ષણ સમિતિના (chairman of Education committee) ચેરમેન પાસે રજૂઆત (complain) કરવા પહોંચ્યું હતું. શિક્ષણ સમિતિના ચેરમેન કિરીટસિંહ ડાભી સમક્ષ પોતાની વ્યથા ઠાલવતાં શિક્ષિકાઓ રડી (cried) પડી હતી. કેટલીક શિક્ષિકાઓ પોક મૂકીને પોતાની વેદના ઠાલવી હતી. શિક્ષિકાઓએ આ મુદ્દે અવારનવાર રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી શાળાના આચાર્ય કે ગામના કેટલાક માથાભારે લોકો સામે કોઈ કાર્યવાહી થઈ નથી. આ ઘટનાથી વ્યથિત શિક્ષિકાઓ શિક્ષણકાર્યનો બહિષ્ટાકર કરી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ પહોંચી હતી.

શાળાના પૂર્વ આચાર્ય રાકેશ શિક્ષિકાઓને હેરાન કરતા હોવાની રાવના પગલે વર્ષ 2016માં તેની બદલી કરી દેવામાં આવી હતી. જોકે, ત્યારબાદ રાકેશના ઇશારે ઝોલાપુરના કેટલાક લોકોએ શિક્ષિકાઓને પરેશાન કરવાની શરૂઆત કરી હતી. આ મુદ્દે વાત કરતા શિક્ષિકા માલતીબેને જણાવ્યું, “ આચાર્ય રાકેશભાઈ ગામના લોકોને ઉશકેરીને અમારી ઉપર હુમલો કરાવે છે અને માનસિક હેરાનગતિ કરવામાં આવે છે. શિક્ષિકાઓ ઉપર ગામના અમુક લોકો આવીને સામુહિક હુમલો કર્યો હતો અને ગામના માથાભારે માણસ સામજીભાઈએ લાત મારીને પાડી દીધી હતી તેમજ મહિલાઓ સાથે ગેરવર્તન કર્યુ હતુ. આ મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી. '

આ પણ વાંચો : અમદાવાદમાં શિક્ષિકા જિલ્લા શિક્ષણાધિકારીની ઑફિસના દરવાજા પર રોજ હાજરી પુરે છે કારણ કે...

જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ડાભીએ ન્યૂઝ 18ને જણાવ્યું, “ શિક્ષિકાઓની રજુઆત હતી કે તેની સાથે ગામના કેટલાક લોકોએ ગેરવર્તન કર્યુ હતુ તેની તપાસ કરાવીશુ અને શિક્ષિકાઓને ન્યાય અપાવીશુ.” મહત્વપૂર્ણ છે કે આચાર્ય રાકેશને લઈ 2016મા પણ ફરીયાદ થય હતી.અને ત્યાર બાદ તેની બદલી કરી દેવામાં આવી હતી.પરંતુ 2016 થી લઈ અત્યાર સુધી ઝોલાપુર સરકારી પ્રાથમિક શાળાની શિક્ષિકાઓ ગામના અમુક લોકના ભયના ઓથાર નીચે નોકરી કરે છે છતાં પણ હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ગુજરાતમાં સ્ત્રી શસક્તિકરણની વાતો થાય છે, પરંચતુ સરકારી વિભાગોમાં જ મહિલાઓ સુરક્ષિત નથી. માથાભારે તત્વો પ્રાથમિક શાળામાં આવીને મહિલા શિક્ષિકા પર હુમલો કરી જાય તેમ છતાં પણ હુમલાખોર પર કાર્યવાહી કરવામાં સરકારી તંત્ર આટલી ઢીલ કેમ રાખે છે? આ મોટો પ્રશ્ન સર્જાયો છે.
First published: September 11, 2019
વધુ વાંચો
अगली ख़बर