અમદાવાદઃ corona વચ્ચે શિક્ષકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મોકૂફ રાખવાના મૂડમા, ચૂંટણી કમિશનરને લખ્યો પત્ર

અમદાવાદઃ corona વચ્ચે શિક્ષકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મોકૂફ રાખવાના મૂડમા, ચૂંટણી કમિશનરને લખ્યો પત્ર
પ્રતિકાત્મક તસવીર

આગામી નવેમ્બર માસથી રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. પરંતુ આ ચૂંટણીઓ હાલના માહોલમાંના યોજાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે. 

  • Share this:
અમદાવાદ: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ (coronavirus) વકરી રહ્યું છે. તેવામાં હવે શિક્ષકોને (teacher) કોરોનાનો ચેપ લાગવાનો ડર સતાવી રહ્યો છે. અને એટલે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (election) મુલત્વી રાખવાની માંગ ઉઠી છે. એટલું જ નહીં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ગુજરાતના શિક્ષકો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Amadavad municipal corporation) સંચાલિત શાળાના શિક્ષકોએ ચૂંટણી મોકૂફ રાખવા રજુઆત કરી છે.

આગામી નવેમ્બર માસથી રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. પરંતુ આ ચૂંટણીઓ હાલના માહોલમાંના યોજાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે.  કારણ કે કોરોનાના કેસમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. માત્ર અમદાવાદ ની જ વાત કરવામાં આવે તો લોકડાઉનથી (lockdown) અત્યાર સુધીમાં  કોરોનાની કામગીરી દરમિયાન અમદાવાદમાં 3 શિક્ષકોનું મૃત્યુ થયું અને 200થી વધુને કોરોનાનો ચેપ લાગી ચુક્યો છે.એટલું જ નહીં કોર્પોરેશનમાં આવતી સ્કૂલના શિક્ષકો કોરોના વખતથી સતત અલગ અલગ વિસ્તારમાં સર્વે, કોવિડ હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક અને વાજબી ભાવની સરકારી દુકાનો પર અનાજ વિતરણ જેવી કામગીરી કરી રહ્યા છે. ચુંટણી  યોજવામાં આવશે તો વધુ શિક્ષકોને કોરોના થવાનો ભય રહેલો છે. એટલે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે રાજ્યના ચૂંટણી પંચને પત્ર લખી ચૂંટણી કમિશનરને ચૂંટણી પાછી ઠેલવા રજુઆત કરી છે.

આ પણ વાંચોઃ-વલસાડઃ ડોક્ટરનું અપહરણ કરીને પત્ની પાસે માંગી એક કરોડની ખંડણી, બીજા દિવસે નગ્ન હાલતમાં મળ્યા તબીબ

પત્રમાં રાજ્યના નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાન્ત ખાખરીયાએ જણાવ્યું છે કે છેલ્લા છ મહિનામાં વિવિધ શહેરોમાં 1 હજારથી વધુ શિક્ષકો કોરોનાથી સંક્રમિત થયા છે અને હજુ પણ ઘણા શિક્ષક ઓ સારવાર લઈ રહ્યા છે. જો ચૂંટણી યોજાશે તો જે વિસ્તારમાં ચૂંટણી યોજાશે ત્યાં ઉમેદવારો, જનતા અને ચૂંટણી કામગીરી માં રોકાનાર શિક્ષકો અને કર્મચારીઓ સંક્રમિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ચાર દિવસમાં ચાંદીમાં રૂ.8500 અને સોનામાં રૂ.2500નું તોતિંગ ગાબડું, ફટાફટ જાણો આજના નવા ભાવ

આ પણ વાંચોઃ-સુરતમાં કળયુગી પુત્રોએ હદ વટાવી, માતા પર ત્રાસ ગુજાર્યો, કહાની સાંભળી પોલીસકર્મીઓ પણ ભાવુક થઇ ગયા

જેથી ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવી જોઈએ. માત્ર કોર્પોરેશનના શિક્ષકો જ નહીં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા પણ ચીફ ઇલેક્શન કમિશનરની (Chief Election Commissioner) મુલાકાત લઈ રજુઆત કરવામાં આવી હતી. ત્યારે ચૂંટણી કમિશનર તરફથી પણ આ મામલામાં ઘટતું કરવાની ખાતરી આપી છે.

મહત્વનું છે કે કોઈપણ સરકારી કામગીરી હોય તેમાં શિક્ષકોને જોતરવામાં આવે છે તેમાંય કોરોનાની આ મહામારી વચ્ચે શિક્ષકોની કામગીરી પણ કોઈ કોરોના વોરિયર્સ થી કમ નથી રહી ત્યારે હાલ કોરોના ના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હાલ પૂરતી ચૂંટણી ના યોજાય તેવું શિક્ષકો ઇચ્છી રહ્યા છે.
Published by:ankit patel
First published:September 24, 2020, 20:32 pm