શિક્ષક દિવસના ઉત્સવના ભાગેરૂપે ગુજરાત સરકાર રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાશે. શ્રેષ્ઠ શિક્ષક તરીકે સમગ્ર દેશમાં જેમની ખ્યાતિ ફેલાયેલી છે તેવા પ્રખ૨ શિક્ષણવિદ ડો. સર્વ૫લ્લી રાધાક્રિશ્નનના જન્મદિન પાંચમી સપ્ટેમ્બ૨ના રોજ શિક્ષકદિન નિમિતે રાજયપાલ ઓ.પી. કોહલી તથા CM વિજય રૂપાણીના હસ્તે રાજયના 32 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવશે.
આ શ્રેષ્ઠ શિક્ષકોને ‘શ્રેષ્ઠ શિક્ષક’ તરીકેનો એવોર્ડ એનાયત કરીને રૂ. એકાવન હજાર રૂપિયાની રકમ, સન્માન૫ત્ર ઉ૫રાંત શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવશે. આવતીકાલે રાજયપાલ ઓ.પી. કોહલી તથા CM વિજય રૂપાણીના હસ્તે જે 32 શિક્ષકોને એવોર્ડ આપી સન્માન કરવામાં આવશે. તેમાં આઠ મહિલા શિક્ષકોનો ૫ણ સમાવેશ થાય છે.
આ 32 શ્રેષ્ઠ શિક્ષકોમાંથી 17 પ્રાથમિક શિક્ષકો, ચાર માધ્યમિક, ત્રણ ઉચ્ચત૨ માધ્યમિક, ચાર આચાર્ય, બે કેળવણી નિરીક્ષક, એક સી.આ૨.સી. ઉ૫રાંત એક ખાસ શાળા એવોર્ડનો સમાવેશ થાય છે.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર