teacher's day: વળતરથી વંચિત શિક્ષકો, કોરોનાકાળમાં કોવિડ ડ્યુટી કરાવી પણ ત્રણ કરોડનું ચુકવણું ક્યારે?
teacher's day: વળતરથી વંચિત શિક્ષકો, કોરોનાકાળમાં કોવિડ ડ્યુટી કરાવી પણ ત્રણ કરોડનું ચુકવણું ક્યારે?
શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષિકાની ફાઈલ તસવીર
Ahmedabad teacher's day: અમદાવાદમાં (Ahmedabad news) કોરોનાની પહેલી લહેર (corona first wave) બાદ બીજી લહેરમાં (socona second wave) પણ શિક્ષકોને કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં ડ્યુટીમાં (Teachers on duty at Covid Designated Hospital) અંદાજે 4 હજાર શિક્ષકોને કામે લગાડવામાં આવ્યા હતા.
અમદાવાદ: 5 સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં શિક્ષક દિનની (teacher's day 2021) ઉજવણી થવાની છે. રાજ્ય સરકાર (state Government) પણ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન ( best teachers) કરતી હોય છે. પણ વાત અહીં એવા શિક્ષકોની છે જેમને વળતરથી વંચિત રહી (Deprived of compensation) ગયા છે. અમદાવાદમાં (Ahmedabad news) કોરોનાની પહેલી લહેર (corona first wave) બાદ બીજી લહેરમાં (socona second wave) પણ શિક્ષકોને કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં ડ્યુટીમાં (Teachers on duty at Covid Designated Hospital) અંદાજે 4 હજાર શિક્ષકોને કામે લગાડવામાં આવ્યા હતા. એ ડ્યૂટી પેટે રોજના 150 રૂપિયા શિક્ષક દીઠ નક્કી કરાયા હતા પરંતુ 4 હજાર શિક્ષકોનુંએ અઢીથી ત્રણ કરોડ રૂપિયાનું વળતર હજુ સુધી ચૂકવાયું નથી.
કોરોનાના કપરા કાળમાં શાળાના બાળકોને ઓનલાઇન અભ્યાસના ભોગે શિક્ષકઓએ ફરજીયાત કોવિડ હોસ્પિટલમાં ડ્યૂટી કરી. જોકે એ ડ્યૂટી પેટે રોજના 150 રૂપિયા શિક્ષક દીઠ નક્કી કરાયા હતા પરંતુ 4 હજાર શિક્ષકોનુંએ અઢીથી ત્રણ કરોડ રૂપિયાનું વળતર હજુ સુધી ચૂકવાયું નથી. કોરોના કાળમાં શિક્ષકોએ ડોર ટુ ડોર સર્વે, વેકસીનેશન સેન્ટર પર ડેટા એન્ટ્રી સહિતની કામગીરી પણ કરી હતી.
સરકાર શ્રેષ્ઠ કામગીરી કરતા શિક્ષકોનું સન્માન કરે તે સારી બાબત છે. પણ પોતાના જીવના જોખમે કોવિડમાં ડ્યુટી કરનાર શિક્ષકોની શ્રેષ્ઠ કામગીરીનું શુ. આ શિક્ષક દિન એ આ શિક્ષકોની બાકી નીકળતી 3 કરોડની રકમ ચૂકવાય તેવી માંગ શિક્ષકો દ્વારા ઉઠી છે.
આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ શિક્ષક યુનિયનના પ્રમુખ મનોજ પટેલ જણાવે છે કે કોરોનામાં સરકાર દ્વારા જાહેર કરાયાના પહેલા મહિનામાં રૂપિયા શિક્ષકોને ચૂકવાયા પછી આ રૂપિયા ચૂકવાયા નથી. અમે અગાઉ પણ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને પણ રજુઆત કરી ચુક્યા છીએ.
શિક્ષક દિને શિક્ષકોના સન્માન ખાતર પણ સરકારે આ બાકી નીકળતા વળતરના નાણાં આપી દેવા જોઈએ. તો બીજીતરફ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમર જણાવે છે કે શિક્ષકો ને કોવિડ ડ્યુટીના નાણાં ચૂકવવાના બાકી છે. હજુ કોર્પોરેશન તરફથી ગ્રાન્ટ મળી નથી જે ગ્રાન્ટ મળતા ચૂકવી દેવાશે. આ ગ્રાન્ટ માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને અમે પણ રજુઆત કરી છે.
મહત્વનું છે કે કોરોનાની બીજી લહેરમાં 85 જેટલા શિક્ષકો સંક્રમિત થયા છે જ્યારે એક શિક્ષકનું મોત થયું હતું. શિક્ષક દિને શિક્ષકોનું સન્માન ત્યારે જ જળવાશે જ્યારે તેઓએ જીવના જોખમે કરેલી કામગીરીની સરાહના થશે અને નક્કી કરેલું વળતર મળશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર