સુરત : શિક્ષકોને Corona ચેકપોસ્ટમાં ડ્યૂટી કરવાનો ફતવો, શિક્ષણાધિકારીના પત્રથી વિવાદ

સુરત : શિક્ષકોને Corona ચેકપોસ્ટમાં ડ્યૂટી કરવાનો ફતવો, શિક્ષણાધિકારીના પત્રથી વિવાદ
પ્રતિકાત્મક તસવીર

અગાઉ શિક્ષકોને તીડ ભગાડવાનાં કામ સોપાયા હતા ત્યારે ફરીથી સુરત જિલ્લામાં કોરોના ચેકપોસ્ટ પર કામગીરીના પત્રએ ગુરૂજનોમાં રોષ ફેલાવ્યો

 • Share this:
  કેતન પટેલ, બારડોલી : રાજ્યમાં કોરોના વાયરસના આંકડાની દૃષ્ટીએ સુરત જિલ્લો ઉકળતા ચરૂ સમાન બન્યો છે. દમરિયાન રાજ્યમાં કોરોના વાયરસ સામેની લડાઈમાં સુરતના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શિક્ષકોને કોરોના વાયરસની ચેકપોસ્ટમાં ત્રણ ટાઇમ ડ્યૂટી કરવાની ફરજ સોંપવામાં આવતા વિવાદ સર્જાયો છે. સુરતના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના આ પત્રથી આંદોલન કરી રહેલા શિક્ષકો વધુ જલદ બનવાની વકી છે.

  સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા માંગરોળ અને ઓલપાડમાં આવેલી કોરોના ચેકપોસ્ટો પર સવારે આઠ વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધી 6 કલાકની શિફ્ટમાં ચાર ચાર શિક્ષકોએ ડ્યૂટી બજાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. સુરતમાં જિલ્લા શિક્ષણાધિકારીના આ પત્રના કારણે શિક્ષકો નારાજ થયા છે.  બનાવની વિગત એવી છે કે સુરત જિલ્લા શિક્ષણ પ્રાથમિક શિક્ષણ સમિતિના પરિપત્રથી શિક્ષકોમાં નારાજગી જોવા મળી છે. જેનીા મુદ્દે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. શિક્ષકોને તાલુકાની ચેક પોસ્ટ પર કોવિડ 19 અંગે પરિપત્ર બહાર પાડ્યો છે તેના તેઓ નારાજ છે. પરિપત્ર અંગે ચેક પોસ્ટ પર ફરજ અંગે શિક્ષક નું માન નથી જળવાતું, દિવસ રાત્રી ત્રણ પાળી માં ફરજ બજાવવા અમે તૈયાર નથી. કોવિડ 19ને લગતી દરેજ પ્રકારની કામગીરી માનવતા ના ધોરણે દરેક કાર્યો કર્યા છે. અનાજ વિતરણ, ધનવતરી રથ માં દવા ભરવા ની કામગીરી , કોરોના સર્વે સહિત અનેક કામગીરી કરી છે.

  આ પણ વાંચો :  હાર્દિક પટેલે કાર્યકારી પ્રમુખ બન્યા બાદ પોતાની રણનીતિ જણાવી, કહ્યુ- '2022માં 120 બેઠકો જીતીશું'

  પરંતુ આ પરિપત્ર એ શિક્ષકોને નારાજ કર્યા છે, જેના કારણે 10થી વધુ શિક્ષકો કોરોનાગ્રસ્ત થયા છે, અને એક શિક્ષક નું કોરોના ના કારણે મૃત્યુ પણ થયું છે. પરિપત્રની શિક્ષક સમાજ નારાજગી દર્શાવે છે, અને પરિપત્ર નો વિરોધ નોંધાવ્યો હતો. અને ચેકપોસ્ટ ની કામગીરીથી દૂર રહ્યા હતા.

  જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ લેટરનો વિરોધ કરવામાં આવ્યો છે.


  સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કીરીટ પટેલે જણાવ્યું, 'શિક્ષકો વર્ચ્યુઅલ ક્લાસથી શિક્ષણ આપી રહ્યા છે. અનાજ વિતરણમાં જોડાયેલા છે. અન્ય માનવતાનું કામ કર્યુ છે. શિક્ષકોને પણ કોરોના થયો છે ત્યારે આવા પરિપત્રથી અમારૂં સ્વમાન ઘવાય છે.'

  આ પણ વાંચો :  સુરત : મંત્રી પુત્રને કારમાંથી MLAનું બોર્ડ ઉતરાવનાર સુનિતા યાદવના પિતાની કારમાં Policeનું બોર્ડ, તસવીર વાયરલ

  આ મુદ્દે વિસ્તારના શિક્ષણ ચિરાગ પટેલે જણાવ્યું, 'આવા પરિપત્રોથી શિક્ષક તરીકે અમારૂં સ્વમાન ઘવાય છે. આવા પરિપત્રો ન આપવામાં આવે તેવી હું માંગણી કરું છું.
  Published by:Jay Mishra
  First published:July 14, 2020, 14:15 pm

  ટૉપ ન્યૂઝ