Home /News /madhya-gujarat /

Ahmedabad : Motivational Speaker બની શિક્ષકે દીકરીની ઉંમરની વિદ્યાર્થિનીને પીંખી, દુષ્કર્મની ફરિયાદ

Ahmedabad : Motivational Speaker બની શિક્ષકે દીકરીની ઉંમરની વિદ્યાર્થિનીને પીંખી, દુષ્કર્મની ફરિયાદ

Ahmedabad Teacher Raped Student : અમદાવાદની શિક્ષકની કાળી કરતૂત, વિદ્યાર્થિની સાથે ત્રણ વર્ષ સુધી આચર્યુ દુષ્કર્મ

Ahmedabad News : વસ્ત્રાપુર પોલીસે આરોપીની (Vastrapur Police Ahmedabad ) ધરપકડ કરી મેડિકલ અને સાયન્ટિફિક પુરાવા એકત્રિત કરવાનું શરૂ કર્યું, વિદ્યાર્થિની શારીરિક સંબંધ બાંધવાનો ઈનકાર કરે તો PHOTS Viral કરવાની ધમકી આપતો


  • Ahmedabad News : અમદાવાદ:શહેરના જાણીતા એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટના (Ahmedabad Teacher Raped Student)શિક્ષકની હેવાનીયત સામે આવી છે. આ શિક્ષક કલાસરૂમમાં વિદ્યાર્થીનીને અભ્યાસના નહિ પણ પ્રેમના પાઠ ભણાવતો હતો અને આમ જ એક વિદ્યાર્થીનીને ભોળવીને 3 વર્ષ સુધી તેના પર દુષ્કર્મ (Teacher Raped Student For Threee years) ગુજાર્યું. જો કે વિદ્યાર્થીની માતા-પિતાને સમગ્ર ઘટનાની જાણ થતાં આખરે હૈવાન શિક્ષકનો ભાંડો ફૂટ્યો અને વસ્ત્રાપુર પોલીસે (ahmedabad Police Arrested Teacher for Rape Allegation)  તેની ધરપકડ કરી છે.


 મોટીવેશનલ સ્પીકર અને વિજ્ઞાનનો શિક્ષક હતો : પોલીસની ગિરફતમાં મોઢું છુપાવતો આ શખ્સ મયંક દીક્ષિત છે. જે એલન ઇન્સ્ટિટયૂટમાં મોટીવેશનલ સ્પીકર અને વિજ્ઞાનનો શિક્ષક હતો. જેણે ઇન્સ્ટીટયુટમાં આવતી ભોળી વિદ્યાર્થીનીને તેની કાલ્પનિક વાતોમાં ભેળવીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. એકવાર વિદ્યાર્થીની સાથે શારીરિક સંબંધ બંધાઈ ગયા બાદ આરોપી મયંક દીક્ષિતે 3 વર્ષ સુધી ભોગ બનનાર વિદ્યાર્થીની પર અલગ અલગ જગ્યાએ લઈ જઈને દબાણ પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

જો કે ત્યાં સુધી વિદ્યાર્થીની ચૂપ હતી. પરંતુ વિદ્યાર્થીની ના ઘરે જ્યારે લગ્ન માટે માંગા આવવા લાગ્યા ત્યારે આ હૈવાન શિક્ષક લગ્ન પછી પણ શારીરિક સંબંધ રાખવા માટે દબાણ અને બ્લેકમેઇલ કરતો હતો જેનાથી વિદ્યાર્થીની ડિપ્રેશનમાં રહેતી હતી અને આખરે કંટાળ્યા બાદ સમગ્ર મામલે વાલીને જાણ કરતા સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ પણ વાંચો : Bogus Degree Scam: રાજપીપળા પોલીસે પકડી 'માર્કશીટ માફિયા,' 510 ડુપ્લીકેટ માર્કશીટ સાથે પકડાઈ દિલ્હીની યુવતી

'તું ખૂબ સુંદર લાગે છે, મને ખુબ ગમે છે'

વિદ્યાર્થીની જ્યારે કોઈ સવાલ નો જવાબ મેળવવા માટે હૈવાન શિક્ષક પાસે જતી ત્યારે તું ખૂબ સુંદર લાગે છે, મને ખુબ ગમે છે એવી ભ્રામક વાતો કરીને વિદ્યાર્થીનીને ભોળવતો હતો. આરોપી મયંક ની ઉંમર 42 વર્ષ છે જ્યારે ભોગ બનનારી વિદ્યાર્થીની તેની દીકરી ની ઉંમરની હતી તેમ છતાં પણ હૈવાન શિક્ષકે તેના ઘરે પર્સનલ ટ્યુશનના બહાને વિદ્યાર્થીનીને બોલાવીને 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું.

ફોટોઝ વાઇરલ કરવાની ધમકી આપવામાં આવતી

એ દરમ્યાન જ્યારે પણ વિદ્યાર્થીની શારીરીક સંબંધ બાંધવાનું ના પાડતી ત્યારે આરોપી દ્વારા તેના ફોટોઝ વાઇરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી..હાલ આ આરોપી BYJU'S ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

આ પણ વાંચો : Surat : Mumbaiના ગેંગસ્ટરની સ્ટાઈલમાં ધમકી આપનાર સજ્જુ પકડાયો, ભાઈ બનવાના છે અભરખા

પોલીસે આરોપી શિક્ષક ની ધરપકડ કરીને મેડિકલ ટેસ્ટ કરીને ફરિયાદમાં થયેલા આક્ષેપ મુજબના સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવા માટે તજવીજ હાથ ધરી છે. સાથે જ આરોપીએ અન્ય કોઈ વિદ્યાર્થીની તેની હૈવાનિયતનો શિકાર બનાવી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:

Tags: અમદાવાદ, ગુજરાતી સમાચાર, દુષ્કર્મ, શિક્ષક

આગામી સમાચાર