ટ્રેનમાં ચા, નાસ્તો અને ભોજન મળશે મોંઘુ, નવા ભાવ 120 દિવસ બાદ થશે અમલી

News18 Gujarati
Updated: November 15, 2019, 5:52 PM IST
ટ્રેનમાં ચા, નાસ્તો અને ભોજન મળશે મોંઘુ, નવા ભાવ 120 દિવસ બાદ થશે અમલી
પ્રતિકાત્મક તસવીર

રેલવે બોર્ડ દ્વારા ટ્રેનમાં અપાતી સુવિધા એટલે કે ભોજન, નાસ્તો અને ચાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદ: ટ્રેનમાં પ્રવાસ કરતા પ્રવાસીઓ માટે ટ્રેનમાં ચા પીવી મોંઘી બનશે. કારણ કે રેલવે બોર્ડ દ્વારા ટ્રેનમાં અપાતી સુવિધા એટલે કે ભોજન, નાસ્તો અને ચાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે, અને આ મુદ્દે સરક્યુલર પણ બહાર પાડવામાં આવ્યું છે.

દેશની ટ્રેનોમાં IRCTC દ્વારા પ્રવાસીઓને ચા, નાસ્તો, લંચ અને ડિનરની સુવિધા આપવામાં આવે છે. પરંતુ હવે ટ્રેનમાં ચા, નાસ્તો અને ભોજન મોંઘુ પડશે, કારણ કે, રેલવે બોર્ડ દ્વારા 5 રૂપિયાથી લઈ 15 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં ફસ્ટ ક્લાસ એસીમાં અને સ્લીપમાં ભાવ અલગ અલગ રહેશે.

શું છે હાલનો ભાવ અને કેટલો વધશે?

રાજધાની, દુરંતો, શતાબ્દી ટ્રેન ફ્સ્ટ ક્લાસ એસીમાં ચાનો ભાવ અત્યારે 30 રૂપિયા છે. જે વધારીને 35 રૂપિયા કરવામાં આવ્યો છે. તો નાસ્તાના 133 રૂપિયા છે, જેના 140 રૂપિયા કરવામાં આવ્યા છે. તો લંચ અને ડિનરના એક ડિશના ભાવ 231 રૂપિયા છે, જે 245 રૂપિયા કરવામાં આવ્યો છે. તો સાંજની ચાના 133 રૂપિયા છે. જેના 140 રૂપિયા કરવામાં આવશે. એટલે કે તમામ ક્લાસમાં મળતો ચા, નાસ્તા અને ભોજનના અલગ અલગ ભાવ છે. જમાં તમામ ક્લાસના ચા નાસ્તો અને ભોજનના ભાવમાં 5 રૂપિયાથી લઈ 15 રૂપિયા સુધીનો ભાવ વધારો થશે. નવો ભાવ વધારો 120 દિવસ બાદ અમલ થશે.

મહત્વપૂર્ણ છે કે, જેમ જેમ મોંઘવારી વધી રહી છે તેમ તેમ ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે ટ્રેનમાં રોજના લાખોની સંખ્યમાં પ્રવાસીઓ પ્રવાસ કરે છે. એટલે પ્રવાસીઓ ટિકિટ સાથે ચા નાસ્તો અને લંચ, ડીનર તમામ વસ્તુઓ એડવાન્સ બુકીંગ કરાવે છે. ત્યારે 5થી લઈ 15 રૂપિયા વધુ ચુકવવા પડશે.
First published: November 15, 2019, 5:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading