વિધાનસભામાં ગણોતધારામાં સુધારાનું વિધેયક પસાર

News18 Gujarati
Updated: July 26, 2019, 10:57 PM IST
વિધાનસભામાં ગણોતધારામાં સુધારાનું વિધેયક પસાર
ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસીય શિયાળું સત્ર યોજાશે

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભા ગૃહમાં સન ૨૦૧૯નું ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા (સુધારા) વિધયેક રજૂ કર્યુ હતું.

  • Share this:
રાજ્યમાં મૂડી રોકાણને આકર્ષવા ગણોતધારામાં સુધારો કરીને રાજ્ય સરકારે અનેક મહત્ત્વના ફેરફારો કર્યા છે. આવા જ ક્રાંતિકારી મહેસૂલી સુધારા અંતર્ગત હાલમાં મહેસૂલ વિભાગનો વધારાનો હવાલો સંભાળતા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભા ગૃહમાં સન ૨૦૧૯નું ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા (સુધારા) વિધયેક રજૂ કર્યુ હતું.

આ સુધારા વિધેયક અંતર્ગત બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીયલ પરપઝ હેઠળ રાજ્યમાં ખરીદવામાં આવેલી ખેતીની જમીન ઉપર ૭ વર્ષમાં સુધીમાં એકમ શરૂ ન થઈ શકે તો વધુ બીજા ૩ વર્ષ સુધી પ્રવર્તમાન જંત્રીના ૨૦ ટકા પ્રિમીયમ વસૂલીને તેમજ ૧૦ વર્ષ બાદ પણ તે મુજબ દર ૩ વર્ષ માટે પ્રવર્તમાન જંત્રીના ૨૦ ટકા પ્રિમીયમ વસુલવાનો સુધારો આજે આ વિધેયક દ્વારા રજૂ કરાયો હતો. આ પ્રકારના જંત્રીના ૨૦ ટકા પ્રિમીયમ વસૂલીને મંજૂરી આપવાની જોગવાઈને કારણે ઔધોગિક પ્રવૃત્તિમાં વધારો કરતુ સુધારા વિધયેક રાજ્યના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને વિધાનસભામાં વિસ્તૃત ચર્ચાના અંતે પસાર કરવામાં આવ્યું હતું.બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીયલ પઝર જો જમીન વેચવા માંગે તો વેચાણના કિસ્સામાં ૩ વર્ષ સુધી વેચાણ કરી શકશે નહિં. ત્યારબાદ સમયના જુદા જુદા ગાળા માટે પ્રવર્તમાન જંત્રીની નકકી કરેલી રકમ લઈને ઔદ્યોગિક હેતુસર જ વેચાણ થઈ શકશે.

અહીં ક્લિક કરી વાંચોઃ 'મોદી સરકારે પારદર્શક વહીવટ માટેનાં RTI કાયદાને બુઠ્ઠો કરી દીધો!'

ઈન્ડસ્ટ્રીયલ પાર્કના હેતુ ઉદ્યોગ કમિશ્નર ના ઈન્ડસ્ટ્રીયલ પાર્કની મંજૂરીનું પ્રમાણપત્ર તેમજ કલેકટર ધ્વારા ઈન્ડસ્ટ્રીયલ પાર્ક માટે આપવામાં આવતુ પ્રમાણપત્ર આ બે પ્રમાણપત્રમાં જે પ્રમાણપત્ર છેલ્લે આપવામાં આવ્યું હોય તે તારીખથી ગણોતધારાની જોગવાઈઓની સમયમર્યાદા ગણવા જોગવાઈ કરવામાં આવેલ છે. ચેરીટીના હેતુ માટે સ્થપાયેલી ધાર્મિક, શૈક્ષણિક આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે સ્થપાયેલી સ્વૈચ્છિક સંસ્થાઓને એન.એ.ની અરજી કરવા અગાઉ ૬ માસની મુદત આપેલ હતી. જેમાં વધુ ૧૨ માસની મુદત આપવામાં આવનાર છે.

આ બીલ લાવવાથી ઔદ્યોગિક સાહસિકોને મહેસૂલી પ્રશ્નોમાં પડતી મુશ્કેલીઓ નિવારી શકાશે તેમજ ઔદ્યોગિક સાહસિકો દ્વારા ખરીદવામાં આવેલી ખેતીની જમીનોના પ્રશ્નોનું નિરાકરણ થવાથી અત્યાર સુધી પડતર રહેલ જમીનનો સક્ષમ ઉપયોગ શકય બનતા વિકાસની પ્રક્રિયા પણ તેજ થઈ શકશે.

ગુજરાત રાજ્ય ઔદ્યોગિક રીત ખૂબ જ વિકસિત રાજ્ય છે તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે દેશના અગ્રણી રાજ્યો પૈકીનું એક રાજ્ય છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વાયબ્રન્ટ ગુજરાતની પરંપરાને આગળ ધપાવીને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેજા હેઠળની ગુજરાત સરકાર દ્વારા વાઈબ્રન્ટ -૨૦૧૭ અને ૨૦૧૯નું સફળતાપૂર્વક આયોજન દ્વારા દેશના અન્ય રાજ્યોના નહીં પરંતુ અન્ય દેશોના ઉદ્યોગપતિઓ, ઔદ્યોગિક ગૃહો અને સાહસિકોને રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.રાજ્યમાં જયારે ઉદ્યોગો સ્થાપવામાં આવે ત્યારે રાજ્ય સરકારની પણ એ ફરજ બને છે કે ઉદ્યોગોને અનુરૂપ વાતાવરણ ઉભું કરવામાં આવે તો ઉત્તરોત્તર ઔદ્યોગિક વિકાસમાં વધારો થઈ શકે. રાજ્ય સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલા પ્રોત્સાહનોને કારણે રાષ્ટ્રના અંર્થતંત્રમાં ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતનો ફાળો વર્ષ : ૨૦૦૦-૦૧ માં ૧૦.૦૮ ટકા હતો તે વધીને વર્ષ ૨૦૧૭–૧૮માં ૧૬.૨૮ ટકા થયેલ છે જયારે રાજ્યના અર્થતંત્રમાં જીડીપી ક્ષેત્રે વર્ષ ૨૦૧૭-૧૮માં ઔદ્યોગિક ક્ષેત્રોનું પ્રદાન ૨૮.૩ ટકાથી વધીને ૩૫.૫ ટકા થયેલ છે. દેશના અન્ય રાજ્યોના અર્થતંત્રમાં ઔદ્યોગિક ક્ષેત્રોનો ફાળો સરેરાશ ૧૦ ટકાની આસપાસ રહી છે.

 
First published: July 26, 2019, 10:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading