અમદાવાદમાં ટેક્ષીમાં આવેલા ચાર શખ્સોએ યુવકને બેભાન કરી લૂંટી લીધો

News18 Gujarati
Updated: October 27, 2019, 1:42 PM IST
અમદાવાદમાં ટેક્ષીમાં આવેલા ચાર શખ્સોએ યુવકને બેભાન કરી લૂંટી લીધો
પ્રતિકાત્મક તસવીર

પંચર હોવાનું જણાવી અન્ય પેસેન્જરને નીચે ઉતરવાનું કહ્યું હતું. આ દરમિયાન બે વ્યક્તિઓએ ભરતસિંહને પકડી રાખ્યો હતો અને તેને ચહેરા પર લાલ કલરનો રૂમાલ નાંખ્યો હતો.

  • Share this:
હર્મેશ સુખડિયા; અમદાવાદ: શહેરમાં ઇન્દિરા બ્રિજ (Indira Bridge) પાસે ટેક્ષીમાં આવેલા ચાર શખ્સોએ એક યુવકને બેભાન કરીને લૂંટી લીધાની ઘટના બની છે. આ શખ્સોએ પેસેન્જરને રૂમાલ સુંઘાડી બેભાન કરી 75 હજાર લૂંટી લીધા છે. આ મામલે પોલીસે યુવકની ફરિયાદ (Police)નોંધી છે અને સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવી વધુ તપાસ આદરી છે. નોંધનીય છે કે, પહેલાં પણ આવો એક કિસ્સો આ જ વિસ્તારમાં બન્યો હતો.

માણસા (Mansa) તાલુકાના મંડાલી (Mandali) ગામ ખાતે રહેતા ભરતસિંહ દાજીજી લકુમે તેમના મિત્ર અશોકસિંહ પાસેથી 1 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. તે પૈસા પૈકી 75 હજારની સગવડ થતા પૈસા લઇ અમદાવાદ આપવા આવ્યા હતા. તેઓ ઇકો ગાડીમાં બેસી સિવિલ હૉસ્પિટલ જઇ રહ્યાં હતાં. ત્યારે ઇન્દિરા બ્રિજ સર્કલથી ઇકો કાર ચાલકે ગાડી અવાવરું જગ્યાએ લીધી હતી અને ગાડી બંધ કરી દીધી હતી.

આ પછી પંચર હોવાનું જણાવી અન્ય પેસેન્જરને નીચે ઉતરવાનું કહ્યું હતું. આ દરમિયાન બે વ્યક્તિઓએ ભરતસિંહને પકડી રાખ્યો હતો અને તેને ચહેરા પર લાલ કલરનો રૂમાલ નાંખ્યો હતો. રૂમાલ સુંઘતા જ ભરતસિંહ બેભાન થઇ ગયા હતા.

ત્યારબાદ તેમના 75 લૂંટી લઇ ઇકો કાર ચાલક અને સાગરીતો પલાયન થઇ ગયા હતા. જ્યારે ભરતસિંહ ભાનમાં આવ્યા ત્યારે ગાંધીનગર પહોંચી ગયા હતા અને તે ત્યાં કેવી રીતે પહોંચ્યા તેની પણ તેમને ખબર ન હતી. ત્યારબાદ આ મામલે પોલીસને જાણ કરતા એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.
First published: October 27, 2019, 1:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading