'તૌકતે' વાવાઝોડું શું તબાહી મચાવશે? ગુજરાતમાં કેટલી ઝડપે પવન ફૂંકાઈ શકે? તંત્રની કેવી છે તૈયારી?

'તૌકતે' વાવાઝોડું શું તબાહી મચાવશે? ગુજરાતમાં કેટલી ઝડપે પવન ફૂંકાઈ શકે? તંત્રની કેવી છે તૈયારી?
સેટેલાઇટ તસવીર.

ગુજરાત પર વધુ એક વાવાઝોડાના ખતરો મંડાયો, 18-20 મેના રોજ ગુજરાતમાં વાવાઝોડું 'તૌકતે' તોફાની બની શકે છે, NDRFને તૈયાર રહેવાના આદેશ.

 • Share this:
  સમીર શુક્લ, અમદાવાદ: ગુજરાતમાં 2021ના વર્ષનું પહેલુ વાવાઝોડું (Cyclone) ત્રાટકવા જઈ રહ્યું છે. જે ગતિથી સોઇક્લોનિક સ્ટ્રોમ આગળ વધી રહ્યું છે તેને જોતા તે 18 મેના રોજ ગુજરાતના દરિયા કિનારે પહોંચશે. જેને કારણે સૌરાષ્ટ્ર (Saurashtra)ના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી (Heavy rain forecast) હવામાન વિભાગે કરી છે. IMDએ આગાહી કરી છે કે ઓછા દબાણવાળા વિસ્તારમાં વાવાઝોડું 16મેની આસપાસ પૂર્વી મધ્ય અરબ સાગરમાં ઝડપથી વિકસિત થઇને ઉત્તર પશ્વિમની તરફ વધી શકે છે. 15-16 મેના રોજ લક્ષદ્વીપ દ્વીપસમૂહના નીચલા વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું છે. એટલે 16 મેના રોજ આવનાર વાવાઝોડાને કારણે 14થી 16 મેની વચ્ચે કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

  ગુજરાત પર 'તૌકતે' વાવાઝોડાની અસર 16 મેથી 20 મે સુધી વર્તાશે તેવું અનુમાન કરાયું છે. આ દરમિયાન 35-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેને પગલે અત્યારથી જ સૌરાષ્ટ-કચ્છમાં હાઈ એલર્ટ આપી દેવાયું છે. દક્ષિણ-પૂર્વ અરબી સમૃદ્ધમાં લૉ પ્રેશર સર્જાયું છે, જે 15મે સુધી પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં સાઇક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઈને ઉત્તર-ઉત્તર પશ્વિમ તરફ આગળ વધી રહ્યું છે. તે ભારે પવનથી તોફાનમાં ફેરવાઇ જશે, ત્યારબાદ તોફાનની તાકાત વધ્યા બાદ તે વાવાઝોડું 'તૌકતે' બની જશે.  'તૌકતે' નામ કોણે આપ્યું?

  આ વખતે મ્યાનમાર દેશે વાવાઝોડાનું નામ આપ્યું છે. 19 મેના રોજ ''તૌકતે'' વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ પર ત્રાટકવાની સંભાવના છે. જેને લઈને દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.

  આ પણ વાંચો: ડિસેમ્બર સુધી દરેક ભારતીયને લાગશે વેક્સીન, આવો છે સરકારનો 216 કરોડ ડોઝનો પ્લાન

  'તૌકતે' વાવાઝોડાને પગલે રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. આ વાતાવરણની અસર 16થી 19 મે સુધી ગુજરાત પર રહેશે. સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં રહેશે. 18 અને 19 મે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. દ્વારકા, જામનગર, ભાવનગરમાં તેની અસર જોવા મળશે.

  દરિયાઇ વિસ્તારોમાં એલર્ટ

  >> ભાવનગર જિલ્લાના દરિયાઈ વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. વહીવટી તંત્રએ માછીમારોને દરિયામાં ન જવા સૂચનાઓ આપી દિધી છે. ખાસ તો કુંડાના દરિયાકાંઠે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તંત્ર દ્વારા 'તૌકતે'' વાવાઝોડાને લઇને દરિયાકાંઠે આવેલા તમામ ગામડાઓને સચેત કર્યા છે.

  >> પોરબંદરમાં તો 5 હજાર જેટલી પરત ફરેલી બોટને કિનારે લાંગરી દેવાઇ છે. પરંતુ માછીમારોને ચિંતા છે કે જો વાવાઝોડાની તીવ્રતા વધી તો બોટોને ભારે નુકસાન થઇ શકે છે.  >> વલસાડની વાત કરીએ તો અહીં તિથલ દરિયા કિનારાની આસપાસના 28 ગામોને એલર્ટ કરી દેવાયા છે. માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવાઇ છે. કલેક્ટર R.R.રાવલે અધિકારીઓ સાથે બેઠક કરી ઉમરગામ, પારડી અને વલસાડ તાલુકાને અડીને આવેલા દરિયા કિનારાના ગામોમાં તકેદારી રાખવાની સૂચના આપી દીધી છે.

  આ પણ વાંચો: Akshaya Tritiya 2021: ફક્ત એક રૂપિયામાં ખરીદો 24 કેરેટ શુદ્ધ સોનું! જાણો વિવિધ કંપનીઓની ઑફર

  >>દ્વારકાના દરિયાઈ વિસ્તારમાં આવતા ગામોમાં શેલ્ટર હોમ ઊભા કરી દેવાયા છે. શેલ્ટર હોમ માં ભોજન-પાણી સહિતની વ્યવસ્થા ઊભી કરી દેવાની સૂચનાઓ અપાઇ છે. સાથે જ મત્સ્યોદ્યોગ વિભાગે માછીમારી કરવા જવા અપાતા ટોકન બંધ કરી દીધા છે. એટલું જ નહીં જે માછીમારોની બોટો દરિયામાં માછીમારી માટે ગઇ છે તેમને કિનારે આવી જવા માટે સૂચનાઓ આપી દેવાઇ છે.

  >> રાજકોટ, કચ્છ અને માંડવી સહિતના વિસ્તારોમાં અસર જોવા મળશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની અસર વર્તાશે. હવામાન વિભાગ મુજબ 16મેથી અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના પણ સેવાઈ રહી છે.

  વાવાઝોડાની તીવ્રતા કેટલી હશે?

  આમ તો લૉ પ્રેશર સર્જાયા બાદ જ 'તૌકતે' વાવાઝોડાંની દીશા નક્કી થયા બાદ ખબર પડશે કે તેની અસર કેટલી હશે. હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવેલા અનુમાન પ્રમાણે વાવાઝોડું ઓમાનના દરિયા તરફ અને દક્ષિણ પાકિસ્તાન તરફ આગળ વધી શકે છે. જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાને પણ અસર થઇ શકે છે. 14 મેના લૉ પ્રેશર સર્જાયા બાદ લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટકના દરિયાકાંઠા, તામિલનાડુ ઘાટના વિસ્તાર, મહારાષ્ટ્રના કેટલાક હિસ્સામાં ભારે વરસાદ પડી શકે છે.

  'તૌકતે' વાવાઝોડું બની શકે છે તોફાની

  હવામાન વિભાગે જણાવ્યું છે કે, 18-20 મેના રોજ ગુજરાતમાં વાવાઝોડું 'તૌકતે' તોફાની બની શકે છે. વાવાઝોડું કઇ દીશામાં આગળ વધશે તેને લઇને હજુ સ્પષ્ટતા કરાઈ નથી. લૉ પ્રેશર સર્જાયા બાદ જ જાણી શકાશે તે કરી દીશામાં આગળ વધી રહ્યું છે. 'તૌકતે' વાવાઝોડું કચ્છ અને સૌરાષ્ટમાં ત્રાટકી શકે છે. જેને જોતા તંત્ર દ્વારા દરિયાકાઠાંના તમામ વિસ્તારોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published:May 14, 2021, 10:33 am

  ટૉપ ન્યૂઝ