અમદાવાદમાં પવન સાથે વરસાદ, અત્યાર સુધીમાં શહેરમાં સરેરાશ પોણા 3 ઇંચ વરસાદ નોંધાયો

અમદાવાદમાં પવન સાથે વરસાદ, અત્યાર સુધીમાં શહેરમાં સરેરાશ પોણા 3 ઇંચ વરસાદ નોંધાયો
અમદાવાદમાં પવન સાથે વરસાદ, અત્યાર સુધીમાં શહેરમાં સરેરાશ પોણા 3 ઇંચ વરસાદ નોંધાયો

વાવાઝોડાની અસર હવે અમદાવાદમાં જોવા મળી રહી છે

 • Share this:
  અમદાવાદ : વાવાઝોડું અમદાવાદ નજીકથી પસાર થઈ રહ્યું છે. વાવાઝોડાની અસર હવે અમદાવાદમાં જોવા મળી રહી છે. વાવાઝોડાની અસરથી શહેરમાં ઠેરઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પ્રથમ વરસાદમાં જ અમદાવાદમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા છે. એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ જવાના રસ્તે પાણી ભરાયા છે. આ સિવાય પાણી ભરાઇ જતા મીઠાખળી અને અખબારનગર અંડર પાસ બંધ કરવામાં આવ્યો છે.

  અમદાવાદ અત્યાર સુધી સરેરાશ પોણા 3 ઇંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. આ અંગે અમદાવાદનાં કમિશ્નર મુકેશ કુમારે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, અમદાવાદ શહેરનાં કેટલાક વિસ્તારોમાં બપોરનાં 3 કલાક પછી પવનની સાથે વરસાદ વરસશે. હાલ પવનની ગતી 38 કિલોમીટર પ્રતિ કલાક છે જોકે, તે વધશે. રહીશોને ઘરમાં રહેવા જ અપીલ.  આ પણ વાંચો - IITના પૂર્વ વિદ્યાર્થીએ USમાં સારી જોબ છોડીને ભારતમાં ડેરી શરૂ કરી, કરે છે વાર્ષિક 44 કરોડની કમાણી

  અમદાવાદ જિલ્લાના ધોલેરા, ઘંઘૂકા, સાણંદ, વિરમગામ,બાવળા, દસક્રોઇ અને ધોળકા તાલુકાના સંભવિત અસરગ્રસ્ત ગામોના 5654 લોકોને સુરક્ષિત રીતે સલામત સ્થળોએ ખસેડવામા આવ્યા હોવાનું અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું છે. અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કાર્યરત કરવામાં આવેલા કુલ 321આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી છે.

  અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના 3046 વ્યક્તિઓ, ધંધૂકા તાલુકાના 1123, સાણંદના 8, વિરમગામના 231 અને ધોળકા તાલુકાના 162 અને દશક્રોઇ તાલુકાના 100 લોકોને સલામતીપૂર્વક આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
  Published by:Ashish Goyal
  First published:May 18, 2021, 16:29 pm

  ટૉપ ન્યૂઝ