Tauktaeને લઈ અમદાવાદ જિલ્લામાં એલર્ટ, ધોલેરાના 962 લોકોનું સ્થળાંતર કરાયું

Tauktaeને લઈ અમદાવાદ જિલ્લામાં એલર્ટ, ધોલેરાના 962 લોકોનું સ્થળાંતર કરાયું
ટાઉતેને લઈ અમદાવાદ જિલ્લામાં એલર્ટ, ધોલેરાના 962 લોકોનું સ્થળાંતર કરાયું

ભારે પવન અને ત્યારબાદ ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા એકશન પ્લાન તૈયાર કરાયો

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં વાવાઝોડાની અસરને લઈ તમામ જિલ્લામાં એલર્ટ કરી દેવામાં આવ્યું છે. ભારે પવન અને ત્યારબાદ ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા એકશન પ્લાન તૈયાર કરાયો છે. ખાસ કરીને અમદાવાદ જીલ્લામાં પણ ધોલેરાના 962 લોકોનું સ્થળાંતર કરાયું છે અને ધોલેરામાં કુલ 38 આશ્રયસ્થાનો આશ્રિતોની સેવામાં કાર્યરત કરાયા છે. ટાઉતે સંભવિત વાવાઝોડા દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધોલેરા તાલુકાના વાવાઝોડા સંભવિત અસરગ્રસ્ત 6 ગામોના 962 લોકોને સુરક્ષિત રીતે સલામત સ્થળોએ ખસેડવામા આવ્યા હોવાનુ અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું છે.

સલામત સ્થળોએ ઊભા કરવામાં આવેલ આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં રાહતળાવ, બૂરાનપૂર, પીપળી, આમલી, ગોગલા, મહાદેવપુરા ગામના 138 ગ્રામજનો, ધોલેરા સ્થિત ટાટા સોલર કંપની અન્ય ખાનગી કંપનીમાં કામ કરતા 824 શ્રમિકોનો સમાવેશ થાય છે. ધોલેરામાં 'મલ્ટી પર્પસ cyclone સેન્ટર' છે, જ્યાં એન.ડી.આર.એફ.ની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. તમામ વ્યક્તિઓના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવ્યા બાદ જ આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે.



આ પણ વાંચો - અમદાવાદમાં વાવાઝોડાની મોટી અસર, 24 જગ્યાઓએ વૃક્ષ પડ્યા, કોરોના ટેસ્ટના ડોમ તૂટ્યા

આ તમામ ગામોમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. રેપિડ ટેસ્ટ દરમિયાન પોઝિટિવ જણાઇ આવતાં દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં સ્થળાંતર કરીને સારવાર અર્થે મુકવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર સ્થળાંતર કામગીરી દરમ્યાન એક પણ કોરોના સંક્રમિત- પોઝિટિવ જણાઇ આવેલ નથી. આ છ ગામોમાં કાર્યરત ફુલ 38 આશ્રયસ્થાન કેન્દ્રો 2400 જેટલા લોકોને સમાવેશ કરવાની ક્ષમતા ધરાવે છે. સેવાભાવી સંસ્થાના સહયોગથી ચારથી પાંચ હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર કરાવવામાં આવશે. આશ્રય સ્થાનોમાં રહેલ તમામ વ્યક્તિઓને સમયસર જમવાનું મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.
Published by:Ashish Goyal
First published:May 17, 2021, 16:36 pm

ટૉપ ન્યૂઝ