ઔદ્યોગિક એકમો માટે વીજ કરમાં યુનિટ દીઠ પાંચ પૈસાનો વધારો: સૌરભ પટેલ

News18 Gujarati
Updated: July 25, 2019, 8:09 PM IST
ઔદ્યોગિક એકમો માટે વીજ કરમાં યુનિટ દીઠ પાંચ પૈસાનો વધારો: સૌરભ પટેલ
સૌરભ પટેલ (ફાઈલ ફોટો)

રાજ્યમાં મોટા ઉદ્યોગો વીજ વિતરણ કંપનીઓ પાસેથી વીજળી મેળવે છે, જેના ઉપર હાલ 15% વીજ કર લાગે છે.

  • Share this:
ગાંધીનગર: ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે, પરંપરાગત સ્ત્રોતોથી કેપ્ટીવ (સ્વ ઉત્પાદિત) વીજ વપરાશ કરતા ઔદ્યોગિક એકમો પાસેથી માત્ર પાંચ પૈસા વિદ્યુત શુલ્કમાં વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવેથી ઔદ્યોગિક એકમોએ માટે વીજ કર યુનિટ દીઠ 55 પૈસાને બદલે 60 પૈસા આપવાનો રહેશે. પાંચ પૈસાનો આ નજીવો વધારો પાંચ વર્ષ પછી કરવામાં આવ્યો છે.

તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં મોટા ઉદ્યોગો વીજ વિતરણ કંપનીઓ પાસેથી વીજળી મેળવે છે, જેના ઉપર હાલ 15% વીજ કર લાગે છે અને વર્તમાન ટેરિફ અનુસાર યુનિટ દીઠ તેનો ખર્ચ આશરે રૂ 1.05 રૂપિયા થવા જાય છે, જયારે કેપ્ટીવ વપરાશ કરતા ઔદ્યોગિક એકમો દ્વારા સરકાર હવેથી પાંચ પૈસાના વધારા પછી પણ 60 પૈસા જ વસૂલી રહી છે.

આજે ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત વિદ્યુત શુલ્ક સુધારા વિધેયક રજૂ કરતાં કહ્યુ કે, રાજય સરકાર દ્વારા તારીખ 2 જુલાઈના રોજ રાજ્ય વિધાનસભામાં અંદાજપત્ર પ્રવચનમાં સમાવિષ્ટ અંદાજપત્રીય દરખાસ્તમાં કેપ્ટીવ વીજ વપરાશ કરતા ઔદ્યોગિક એકમો પાસેથી યુનિટ દીઠ વીજ કર 55 પૈસાને બદલે 70 પૈસા વસુલવાની દરખાસ્તના મામલે ઔદ્યોગિક એકમોની રજૂઆતો મળી હતી.

આથી, તારીખ 24 જુલાઈના રોજ આ સુધારા દરખાસ્તને અમલમાં લાવવાના ઉદેશ્યને ધ્યાને રાખીને રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા 'ગુજરાત વિદ્યુત શુલ્ક અધિનિયમ, 1958'માં સુધારો કરવા માટે આજે આ સુધારા વિધેયક રજુ કરવામાં આવ્યું હતું.

તેમણે ઉમેર્યું કે, પરંપરાગત સ્ત્રોતોથી વીજ ઉત્પન કરતાં એકમો પોતાનું મુડી રોકાણ કરતાં હોઈ, વીજળી તેઓને મોંઘી પડતી હતી તેના કારણે તેઓએ આ ઘટાડો કરવા રજૂઆત કરી હતી તેને ધ્યાને લઈને રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે.
First published: July 25, 2019, 8:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading